શોધખોળ કરો
COVID 19: છેલ્લા 24 કલાકમાં 941 નવા કેસ, દેશના 325 જિલ્લામાં નથી એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશના 325 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણનો અત્યાર સુધીમાં કોઈ કેસ સામે નથી આવ્યો.
![COVID 19: છેલ્લા 24 કલાકમાં 941 નવા કેસ, દેશના 325 જિલ્લામાં નથી એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય Ministry of Health said there are 325 districts in the country which have no cases of coronavirus COVID 19: છેલ્લા 24 કલાકમાં 941 નવા કેસ, દેશના 325 જિલ્લામાં નથી એક પણ કેસ- સ્વાસ્થ્ય મંત્રાલય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/16232106/325-didtrict.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસથી 941 લોકો સંક્રમિત થયા છે અને 37 લોકોના મોત થયા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદ કરી આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશના 325 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણનો અત્યાર સુધીમાં કોઈ કેસ સામે નથી આવ્યો.
દેશમાં અત્યાર સુધીમાં 12380 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને જેમાંથી 141 લોકોના મોત થયા છે. 1489 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે.
તેમણે કહ્યું, ઉદ્યોગોને ચિકિત્સાની સામગ્રીની આપૂર્તિ માટે મેક ઈન ઈન્ડિયા પર ધ્યાન કેંદ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં 2,90,401 Covid 19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે 30,043 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતને ચીનની બે કંપનીઓ તરફથી એન્ટીબોડી ટેસ્ટ કિટ સહિત પાંચ લાખ ટેસ્ટ કિટ મળી છે.
પત્રકાર પરિષદમાં હાજર ગૃહમંત્રાલયના અધિકારીએ કહ્યું કે સાર્વજનિક સ્થળો અને કાર્યસ્થળ પર માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવા જેવા નિયમોનું કડક લાગૂ કરવું જોઈએ. પાંચ કે તેથી વધુ લોકો એક સ્થળ પર એકઠા ન થવા જોઈએ. જાહેર સ્થળો અને કાર્યસ્થળો પર ન થૂંકવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)