Navratri 2021: પ્રિયંકા ગાંધી પણ કરી રહી છે નવરાત્રિનું વ્રત, કોંગ્રેસ આપી જાણકારી
Navatri 2021: નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેના ભક્તો પણ માતા રાણીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.
LIVE
Background
Navratri 2021: મા દુર્ગાની આરાધનાનો પવિત્ર તહેવાર નવરાત્રિ આજથી શરૂ થઈ ગઈ છે. વર્ષમાં બે વાર નવરાત્રિ આવે છે. એકવાર ચૈત્ર નવરાત્રિ અને બીજી શારદીય નવરાત્રિ. નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. તેના ભક્તો પણ માતા રાણીને પ્રસન્ન કરવા ઉપવાસ કરે છે.
પ્રિયંકા ગાંધી કરી રહી છે નવરાત્રિનું વ્રત
પ્રિયંકા ગાંધી પણ આ વખતે નવરાત્રિનું વ્રત કરી રહી છે. આ અંગે પ્રિયંકા ગાંધીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી, કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પ્રિયંકા ગાંધી નવરાત્રિનું વ્રત કરી રહી છે.
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता ।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 7, 2021
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
आप सभी को शारदीय नवरात्रि की हार्दिक शुभकामनाएं।#जय_माता_दी
આંધ્રપ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પો. નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસ દોડાવશે
આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તિરુમાલા રાવના જણાવ્યા મુજબ. અમે નવરાત્રિમાં 4000 સ્પેશિયલ બસો દોડાવીશું. પ્રી દશેરામાં 1800 અને દશેરા બાદ 2200 બસ દોડાવાશું. જેથી કરીને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડશે નહીં.
નવરાત્રિમાં નહીં પડે વરસાદ
નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વખતે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હોવાથી ખેલૈયાઓ મન મૂકીને રમવાના મૂડમાં છે. જોકે, આ વખતે વરસાદ મજા ન બગાડે તો સારું એવું ખેલૈયાઓ કહી રહ્યા છે, ત્યારે ખેલૈયાઓ માટે હવામાન વિભાગ તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચોમાસુ વિદાયની તરફ કૂચ કરી રહ્યું છે. ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર -દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદી સંભાવના છે. જોકે, નવરાત્રિ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિ પડે.
કર્ણાટકમાં દુર્ગાપૂજાને લઈ બહાર પાડવામાં આવેલું જાહેરનામું
Karnataka | Idol size shall not exceed more than 4 feet; 1 idol should be installed per ward with permission of respective Jt Commissioner of zone. Asscn shall not allow more than 50 people at a time during prayers: Bruhath Bengaluru Mahanagara Pallike guidelines for Durga Puja pic.twitter.com/Yt8xFjb2yc
— ANI (@ANI) October 6, 2021
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ આપી નવરાત્રિની શુભકામના
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता।
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 7, 2021
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:
શક્તિ આરાધનાના પાવન પર્વ શારદીય નવરાત્રિની સૌને શુભકામનાઓ પાઠવું છું.આદ્યશક્તિની ઉપાસના થકી રાજ્યની પ્રજાની સર્વાંગીણ ઉન્નતિ તથા સુખ-સમૃધ્ધિની વૃદ્ધિ થાય તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના. pic.twitter.com/GmppuwpI8d