શોધખોળ કરો
Advertisement
નવા ઇનકમ ટેક્સ સ્લેબનો લાભ લેવો હોય તો કઈ કઈ રાહતો જવા દેવી પડશે
જો કોઈ વ્યક્તિ મકાન ખરીદવા માટે હોમ લોન લે છે તો ઇન્કમ ટેક્સ કાયદાની જુદી જુદી કલમો આધારે આ લોનની મુદ્દલ અને વ્યાજ બંનેની ચૂકવણી પર ટેક્સ બચાવવાની સુવિધા મળે છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે બજેટ 2020-201માં કરદાતાઓને છેતરામણી રાહત આપી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાંકીય વર્ષ 2020-21નું બજેટ રજૂ કરતાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા છે. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 5થી 7.5 લાખની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. પહેલા 10 ટકાનો સ્લેબ ન હતો. 7.5 લાખથી 10 લાખની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત તેમાં ડિડક્શન સામેલ નહીં, જે ડિડક્શન લેવા માગે છે તે જૂના દરમાં ટેક્સ આપી શકે છે. એટલે કે ટેક્સપેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા હશે. જોકે નવો ટેક્સ સ્લેબ સ્વીકારવામાં આવશે તો તમારે કેટલીક રાહતો જતી કરવી પડશે.
હવે આ હશે નવા ટેક્સ સ્લેબ
5% - 2.5 – 5 લાખની કમાણી પર
10% - 5 7.5 લાખની કમાણી પર
15% - 7.5 – 10 લાખની કમાણી પર
20% - 10 – 12.5 લાખની કમાણી પર
25% - 12.5 – 15 લાખની કમાણી પર
30% - 15 લાખ અને તેનાથી વધારે કમામી ઉપર
ઉપરોક્ત નવો ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ ભરવા પર તમારે નીચે મુજબની રાહતો જતી કરવી પડશે.
પીપીએફ, એનએસસી, ઈએલએસએસ, બેંક અને પોસ્ટ ઓફિસમાં પાંચ વર્ષની એફડી સાથે શાળા અને ટ્યુશન ફી, યુલિપ અથવાએકમ જોડાયેલ વીમા યોજના નું સંયોજન છેવીમા અને ઇક્વિટી રોકાણો, જીવન વીમા પોલીસી પર તમે દર વર્ષે અંદાજે 1,50,000ની કર છૂટનો લાભ મેળવી શકો છો. આ છૂટ આવકવેરાની પાંચ વર્ષ થાપણો દ્વારા થાય છે. આ ડિસ્કાઉન્ટ આવકવેરાની સેક્શન 80 સી હેઠળ ઉપલબ્ધ છે. ઉપરાંત એનપીએસ હેઠળ મળતી 50,000 રૂપિયાની રાહત પણ નવા ટેક્સ સ્લેબમાં નહીં મળે.
જો કોઈ વ્યક્તિ મકાન ખરીદવા માટે હોમ લોન લે છે તો ઇન્કમ ટેક્સ કાયદાની જુદી જુદી કલમો આધારે આ લોનની મુદ્દલ અને વ્યાજ બંનેની ચૂકવણી પર ટેક્સ બચાવવાની સુવિધા મળે છે. મુદ્દલની ચૂકવણી માટે ઇન્કમ ટેક્સ કાયદો 1961ની કલમ 80C અંતર્ગત વાર્ષીક 1.5 લાખ રુપિયાની ટેક્સ છૂટ મળે છે. જ્યારે હોમ લોનના વ્યાજ પર કલમ 24(b) હેઠળ વાર્ષિક મળતી છૂટનો લાભ પણ નવા ટેક્સ સ્લેબમાં નહીં લઈ શકો.
જોકે ઉપરોક્ત તમામ છૂટનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. ટૂંકમાં જો તમે નવો ટેક્સ સ્લેબ સ્વીકારશો તો તમને ઉપરોક્ત કોઈપણ રાહત નહીં મળે. ઉપરોક્ત રાહતોનો લાભ લેવો હોય તો તમારે જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે જ કરની ગણતરી કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion