શોધખોળ કરો

ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું લખ્યો પત્ર ? 

દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.

ગાંધીનગર: દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે.  કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે.  દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર લખ્યો છે.  તમામ રાજ્યોને કોરોનાના વધતા કેસો બાબતે પગલાં લેવા આદેશ કર્યા છે.  જરૂર જણાય તો  પ્રતિબંધો લગાવવા પણ  નિર્દેશ કર્યો છે.  રાજ્યમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ, વેકસિનેશન વધારવા પણ નિર્દેશ કરાયા છે.  વધતા કોરોના કેસ સંદર્ભે મીડિયા બ્રિફિંગ માટે પણ સૂચન અપાયા છે.

કેંદ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાજ્ય તથા કેંદ્ર શાસિત પ્રદેશમાં તહેવારોની સિઝનમાં ભીડને નિયંત્રણમાં રાખવા માટે જરુરના હિસાબે સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લગાવવા પર વિચાર કરે. ઓમિક્રોનના ખતરાને લઈ કેંદ્રીય સ્વાસ્થ્ય વિભાગ ખૂબ જ સતર્ક છે. ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ ફરી મૂકવામાં આવ્યા છે. હવે લોકોને પણ ફરી લોકડાઉન આવશે  તેવો ભય સતાવી રહ્યો છે. 

રાજ્યો અને કેંદ્રીય શાસિત પ્રદેશોને કડક પ્રતિબંધો લગાવવાની અપીલ કરતા તેમણે એ વાત પર જોર આપ્યું કે પાંચ ચરણની રણનીતિ પર ધ્યાન રાખવું જોઈએ. ટેસ્ટ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ, સારવાર, રસીકરણ અને સંક્રમણ ન વધે તે રોકવા કોવિડ19 સંબંધી નિર્દેશોનું પાલન કરવામાં આવે.

તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 21 ડિસેમ્બરના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા સૂચનોના અમલીકરણની ખાતરી કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આદેશોની તપાસ કરવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “દેશમાં સંક્રમણના સારવાર હેઠળના કેસોમાં ઘટાડો થયો છે. જો કે, નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' 'ડેલ્ટા' VOCs કરતાં વધુ ચેપી હોવાનું કહેવાય છે અને તે COVID-19 સામે લડવા માટે લેવામાં આવેલા પગલાંને પણ પડકારી રહ્યું છે.

ઓમિક્રોનના કહેર વચ્ચે દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 30માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.   

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6531 નવા કેસ નોંધાયા છે અને 162 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  7141 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 75,841પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 578 થયા છે.

છેલ્લા 15 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા

26 ડિસેમ્બરના રોજ 6987 કેસ અને 162 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 25 ડિસેમ્બરે 7189 નવા કેસ અને 387 સંક્રમિતોના નિધન થયા હતા. 24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ  318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.  12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
Advertisement

વિડિઓઝ

Banaskantha News: બનાસ નદીનું જળસ્તર વધતા બનાસકાંઠાના કાકવાડાના ગ્રામજનોની મુશ્કેલી વધી
Vadodara Rains : વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પર વહેતા થયા પાણી
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Shefali Jariwala Death Case: એક્ટર્સ શેફાલીનું મોત કે હત્યા? | Bollywood Updates
Gujarat Rain Forecast: રાજ્યમાં હજુ છ દિવસ વરસાદની કરાઈ આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
'ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે', PM મોદી સાથે વાતચીતમાં બોલ્યા શુભાંશુ શુક્લા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
2015ના અનામત આંદોલન બાદ EWS મુદ્દે ફરી ઉગ્ર ચર્ચા, પાટીદાર ચિંતન શિબિર બાદ નવા આંદોલનની શક્યતા
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ભારેથી અતિ ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગાંધીનગરમાં પાટીદાર ચિંતન શિબિરનું આયોજન, અનામત આંદોલનના 50 યુવાનો સહિત 100થી વધુ આગેવાનો જોડાયા
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો  મહાપ્રસાદ
ગૌતમ અદાણીએ પરિવાર સાથે પુરીમાં ભગવાન જગન્નાથના કર્યા દર્શન, ભક્તો માટે તૈયાર કર્યો મહાપ્રસાદ
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી મોટી આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે રાજ્યના આ જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે મેઘરાજા, જાણો લેટેસ્ટ આગાહી
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા, તાત્કાલીક મોકલી ટીમ
Embed widget