શોધખોળ કરો
Advertisement
PDPથી અલગ થયા બાદ મોદીને યાદ આવ્યું વાજપેયીનું ‘વિઝન કાશ્મીર’, લાલ કિલ્લા પરથી કર્યો ઉલ્લેખ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર સમસ્યાના સમાધાન માટે અટલ બિહારી વાજપેયીની નીતિ પર જ આગળ વધી રહ્યા છે. 72માં સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રાસંગિક પ્રવચનમાં પીએમ મોદીએ કહ્યું કે, અમે જમ્હૂરિયત, કાશ્મીરિયત અને ઈન્સાનિયતને આગળ વધારવા માંગીએ છીએ.
તેમણે સંબોધન દરમિયાન એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં અમે ગોળી-ગાળથી આગળ નથી વધવા માંગતા પરંતુ ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ. પીએમનું આ પ્રકારનું નિવેદન કાશ્મીરીઓના દિલ જીતવાની કોશિશ અને અલગતાવાદીઓમાં ભાગલા પડાવવાની નીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
પીએમે કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરમાં સમાન વિકાસ કરવા માંગે છે. અમારી સરકાર આજે પણ સૌનો સાથ-સૌનો વિકાસની નીતિ પર આગળ વધવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો પંચાયત ચૂંટણીની ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. અહીંથી જ્યારે પણ લોકો અમારી પાસે આવતા ત્યારે પંચાયત ચૂંટણી કરાવવાની વાત કરતા હતા. ટૂંક સમયમાં જ જમ્મુ-કાશ્મીરના લોકોને પંચાયત ચૂંટણીનો મોકો મળવા જઈ રહ્યો છે.
ગત વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ગોળી-ગાળીથી નહીં પરતું ગળે લગાવીને કાશ્મીર સમસ્યાનો હલ કરવા ઈચ્છીએ છીએ તેમ કહ્યું હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિ પર કાશ્મીર સમસ્યાને આગળ વધારવાની વાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement