Train Accident: ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા, કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે
Kanpur Train Accident: ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી.
Sabarmati Express Train Accident: ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 ભીમસેન સ્ટેશન વચ્ચેના બ્લોક સેક્શનમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. સારા સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સ્થળ પરથી કોઈને ઈજા થઈ નથી. મુસાફરોને કાનપુર લઈ જવા માટે બસો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અકસ્માત થયો ત્યારે સાબરમતી ટ્રેન કાનપુર જઈ રહી હતી ત્યારે ભીમસેન સ્ટેશનની વચ્ચે થોડા અંતરે તેનો અકસ્માત થયો હતો. લોકો પાયલોટનું કહેવું છે કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બોલ્ડર એન્જિન સાથે અથડાયું હતું, જેના કારણે એન્જિનનો કેટલ ગાર્ડ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને વાંકો વળી ગયો. જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. જો કે આ અંગે તપાસ બાદ જ કંઇક કહી શકાશે.
#WATCH | Uttar Pradesh | Train no. 19168, Sabarmati Express derailed near Kanpur at 02:35 am today after the engine hit an object placed on the track and derailed.
(Visuals from the spot) pic.twitter.com/GgonkJORgK— ANI (@ANI) August 17, 2024
ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા
આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. ટ્રેનમાં સવાર મુસાફરો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. આ દરમિયાન ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાના સમાચાર મળતા જ કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહ અને એડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જે બાદ સ્થળ પર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાનું વર્ણન કરતાં કાનપુરના ડીએમ રાકેશ કુમાર સિંહે જણાવ્યું કે, માહિતી મળતા જ વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાના-મોટા ઉઝરડા પડ્યા છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. સાથે જ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે બસો પણ મંગાવવામાં આવી છે. જેમાં મુસાફરોને અન્ય રેલવે સ્ટેશન અથવા તેમના ગંતવ્ય સ્થાન પર ઉતારવામાં આવશે.
સમાજવાદી પાર્ટીએ હુમલો કર્યો
ભારતીય રેલવેએ આ અંગે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને સમાજવાદી પાર્ટીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પર નિશાન સાધ્યું છે. સપાના નેતા આઈપી સિંહે કહ્યું કે, આજે કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના તમામ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી ગુજરાત જઈ રહી હતી. કદાચ કોઈ દિવસ એવો હશે જ્યારે ટ્રેન અકસ્માત ન થયો હોય. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે તેને એક નાનો અકસ્માત ગણાવ્યો છે. પ્રધાનમંત્રીજી મૌન છે. આખરે રેલ્વે મંત્રી ક્યારે રાજીનામું આપશે?
આ પણ વાંચો...