હોસ્પિટલમાં રીલ્સ બનાવવાનું પડ્યું ભારે, 38 સ્ટુડન્ટ્સ મેડિકલ કોલેજમાંથી કરાયા સસ્પેન્ડ, જુઓ વીડિયો
Viral Video: હોસ્પિટલ પરિસરમાં બનેલી રીલ્સ વાયરલ થયા બાદ અનેક લોકોએ સ્ટુડન્ટ્સના આ વ્યવહારની આલોચના કરી
Medical Students Suspends for Making Reels: કર્ણાટકના ગડગમાં ગાદાગ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ કોલેજના 38 સ્ટુડન્ટ્સને હોસ્પિટલ પરિસરની અંદર બનાવેલી રીલ્સ વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીડિયોમાં સ્ટુડન્ટ્સ હિન્દી અને કન્નડ સોંગ પર નાચતાં જોવા મળી રહ્યા છે.
હોસ્પિટલ પરિસરમાં બનેલી રીલ્સ વાયરલ થયા બાદ અનેક લોકોએ સ્ટુડન્ટ્સના આ વ્યવહારની આલોચના કરી. જે બાદ જીઆઈએમએસના ડાયરેક્ટર ડો.બસવરાજ બોમ્મનહલ્લીએ 38 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હતા.એક વીડિયોમાં ત્રણ વિદ્યાર્થિનીઓ બોલિવૂડ ગીત પર ડાન્સ કરી રહી હતી, જ્યારે બીજા વીડિયોમાં 10થી વધુ સ્ટુડન્ટ્સ કન્નડ ગીતના લિરિક્સ પર એક્ટિંગ કરી રહી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, નિયામક ડૉ. બસવરાજ બોમ્મનહલ્લી દ્વારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ચેતવણી આપવામાં આવી હતી કે જો ભવિષ્યમાં આવી ઘટનાઓ બનશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
#Karnataka 38 medical students from #GIMS in #Gadag were suspended by the authorities after their reels shot inside the hospital goes viral, reports @raghukoppar @NewIndianXpress @XpressBengaluru @KannadaPrabha @gadag_online @IMAIndiaOrg @dineshgrao pic.twitter.com/8SyBsv1yw3
— Amit Upadhye (@AmitSUpadhye) February 10, 2024
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું, સ્વાસ્થ્ય વિભાગમાં નોકરી કરતાં ડોક્ટરો અને કર્મચારી સહિત તમામ કર્મચારીએ સરકારી સેવા નિયમો અનુસાર તેમના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. સરકારી હોસ્પિટલમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે મેં પહેલાં જ સંબંધિત ડોકટરો અને તમામ કર્મચારીઓને સાવધાન રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પહેલા પણ બની ચુકી છે આવી ઘટના
આ પહેલીવાર નથી જ્યારે મેડિકલના વિદ્યાર્થીઓને આવા વર્તન માટે સજા કરવામાં આવી હોય. આ પહેલા કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં ઓપરેશન થિયેટરમાં પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા માટે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ઑગસ્ટ 2023 માં, કર્ણાટકના હુબલીમાં કર્ણાટક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (KIMS) ના લગભગ 11 બેચલર ઑફ મેડિસિન, બેચલર ઑફ સર્જરી (MBBS) વિદ્યાર્થીઓને નર્સો વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર વાંધાજનક રીલ્સ બનાવવા અને શેર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે રીલમાં, નર્સની જેમ પોશાક પહેરેલી એક વિદ્યાર્થી કન્નડ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.વિદ્યાર્થીઓ કહે છે કે તેમનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન કરવાનો હતો, ઘણા માને છે કે હોસ્પિટલના પરિસરમાં આ પ્રકારનું વર્તન અયોગ્ય છે અને દર્દીઓ અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.