(Source: ECI/ABP News/ABP Majha)
Congress Protest: સંસદ પરિસરમાં વિપક્ષનું વિરોધપ્રદર્શન, ખેડૂતોના મુદ્દે સોનિયા-રાહુલે ખોલ્યો મોરચો
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. જોકે કાર્યવાહી શરૂ થતાની સાથે જ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે
Parliament Winter Session: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 3 કૃષિ કાયદાને રદ્દ કરવા માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જો કાર્યવાહી શરૂ થતાની સાથે જ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ખેડૂતોના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા કાર્યવાહી સ્થગિત કરાઇ છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિપક્ષે હંગામો શરૂ કર્યો હતો. જે બાદ અધ્યક્ષે રાજ્યસભાની કાર્યવાહી 12.19 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.નવા સાંસદોના શપથ લીધા બાદ વિપક્ષે લોકસભામાં હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ અને અન્ય પક્ષો ખેડૂતોના મુદ્દે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
#WATCH दिल्ली: कृषि कानूनों को रद्द करने की मांग को लेकर कांग्रेस की अंतरिम अध्यक्ष सोनिया गांधी ने नेतृत्व में पार्टी के सांसदों ने संसद में महात्मा गांधी की प्रतिमा के पास विरोध प्रदर्शन किया। pic.twitter.com/BzPx2JkKar
— ANI_HindiNews (@AHindinews) November 29, 2021
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે બંન્ને ગૃહોની કાર્યવાહી શરૂ થયાને 15 મિનિટની અંદર કોગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓએ નારા લગાવ્યા હતા. તે સિવાય સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે કોગ્રેસના સાંસદોએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ કોગ્રેસે નારા લગાવ્યા હતા. કોગ્રેસના નેતાઓ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવા અને MSPની કાયદાકીય ગેરન્ટી આપવાની માંગ કરી રહ્યા છે. કોગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યુ કે સંસદની કાર્યવાહી ચાલશે નહી. જ્યારે ભાજપનું કહેવું છે કે વિપક્ષો ખેડૂતોના મુદ્દા પર રાજનીતિ ના કરે. સરકાર હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. ભાજપ સાંસદ હરનાથ યાદવે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમની પાર્ટી ફક્ત રાજનીતિ કરી રહી છે. કોગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીના નેતાઓએ સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે અગાઉ બેઠક કરી હતી. બેઠકમાં કોગ્રેસ નેતા ખડગે સિવાય લોકસભામાં કોગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, એનસીપીના સુપ્રીયા સુલે, નેશનલ કોગ્રેસના હસનૈન મસૂદી, આરએસપીના એનકે પ્રેમચંદ્રન અને કેટલાક અન્ય નેતાઓ સામેલ થયા હતા. કોગ્રેસ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પરત લેવા અંગેનું બિલ ચર્ચા કર્યા વિના પસાર કરવા માંગે છે.