શોધખોળ કરો

Special Mosquitoes: ભારતીય વૈજ્ઞાનિકોએ કરી અદભૂત શોધ, બનાવ્યું એવું મચ્છર જે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો કરશે ખાતમો

દર વખતે વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકોએ દેશમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કાબૂમાં લેવા માટે એક નવા પ્રકારના મચ્છરનો વિકાસ કર્યો છે.

Special Mosquitoes:વખતે વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકોએ દેશમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કાબૂમાં લેવા માટે એક નવા પ્રકારના મચ્છરનો વિકાસ કર્યો છે. વાસ્તવમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ આ સમસ્યાને ઉકેલવા માટે ખાસ માદા મચ્છર વિકસાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માદા મચ્છર નર મચ્છર સાથે મળીને આવા લાર્વા પેદા કરશે જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને ખતમ કરી દેશે. આ એટલા માટે થશે કારણ કે આ રોગોના વાયરસ તેમની અંદર રહેશે નહીં અને જ્યારે વાયરસ નહીં હોય, તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.

ICMR-VCRC, પુડુચેરી દ્વારા એડીસ ઇજિપ્તીની બે વસાહતો વિકસાવવામાં આવી છે.  જેને  wMel અને wAIbB વોલ્બેચિયા સ્ટ્રેન્સની સંક્રમિત કરાઇ છે.  હવે આ મચ્છરોનું નામ એડિસ એજિપ્ટી (PUD) છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરસને ફેલાવશે નહીં.

VCRC છેલ્લા ચાર વર્ષથી આ પ્રયોગમાં વ્યસ્ત છે. VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમાર કહ્યું કે,.”સ્થાનિક વિસ્તારોમાં આ મચ્છરોને છોડવા માટે અનેક પ્રકારની સરકારી વાનગીની જરૂર પડશે. અમે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે ખાસ મચ્છર બનાવ્યા છે. અમે માદા મચ્છરોને મુક્ત કરીશું જેથી તેઓ નર મચ્છરો સાથે મળીને લાર્વા બનાવે જે આ રોગોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત હોય”.

તેમણે વધુમાં કહ્યું કે, “અમે આ મચ્છરોને મુક્ત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. માત્ર સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. સરકાર આ માટે પરવાનગી આપશે કે તરત જ અમે આ ખાસ માદા મચ્છરોને સ્થાનિક વિસ્તારોમાં છોડી દઈશું”.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ડેન્ગ્યુ એ મચ્છરો દ્વારા વિશ્વમાં સૌથી વધુ ફેલાતો રોગ છે. મચ્છરને વિશ્વનું સૌથી ઘાતક પ્રાણી માનવામાં આવે છે. તેના કરડવાથી ફેલાતી બીમારીઓને કારણે દર વર્ષે વિશ્વમાં લગભગ 4 લાખ લોકો મૃત્યુ પામે છે.

વૈજ્ઞાનિકોની ટીમો મચ્છરોના પ્રજનન સ્વાસ્થ્યને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. જો મચ્છરોની પ્રજનન ક્ષમતા ઘટી જાય અથવા નાબૂદ કરવામાં આવે તો ઓછા મચ્છરો ઉત્પન્ન થશે. આનાથી મચ્છરોની વસ્તીમાં ઘટાડો થશે. પરંતુ આ બધામાં એક મોટો પડકાર એ છે કે મચ્છરોની પ્રજાતિ ખતમ ન થવી જોઈએ. નહિંતર, પર્યાવરણ પર પણ તેની વિપરીત અસર થઈ શકે છે. કારણ કે મચ્છર પણ ફૂડ ચેઈનનો એક ભાગ છે. તેમના દૂર થવાથી પર્યાવરણ પર મોટી અસર થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget