શોધખોળ કરો

News: જામનગરમાં યોગી સ્ટાઇલ, જમીન માફિયા રઝાકના બે માળના ઘર પર ફેરવાયુ બૂલડૉઝર, શહેરમાં કરતો ફરતો હતો દાદાગીરી

વહેલી સવારે જ બે બૂલડૉઝર અને ટીમ સાથે પહોંચેલી તંત્રની ટીમે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાનાના બે માળના ગેરકાયદે બંગલાને તોડી પાડ્યુ હતુ

Jamnagar News: ગુજરાતમાં પણ હવે માફિયાઓ વિરૂદ્ધ સરકાર કડક હાથે કામ લઇ રહી છે, રાજ્યના જામનગરમાં આજે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના વિરૂદ્ધ તંત્રએ તાબડતોડ એક્શન લેતા આજે તેના ગેરકાયદે બંગલા પર બૂલડૉઝર ફેરવી દીધુ છે, આ ઘટનાની તસવીરો હાલમાં જ સામે આવી છે. સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, જામનગરના કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના પર હવે યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન લેવાઇ છે. શહેરના બેડી વિસ્તારમાં આવેલા રઝાક સાઇચાનાના ઘર પર આજે સવારે તંત્ર દ્વારા બૂલડૉઝર ફેરવવામાં આવ્યુ હતુ. આ એક્શન રઝાક સાઇચાના પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ લેવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. 

કહેવાઇ રહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાના શહેરમાં અનેક પ્રકારના ગેરકાયદે ધંધા કરી રહ્યો હતો, અને શહેરની ભોળી ભાલી જનતાને હેરાન પરેશાન કરવાની સાથે સાથે ધાક અને ધમકીઓ પણ આપતો હતો. જોકે, આ વાત રાજ્ય સરકાર પાસે પહોંચતા જે એક્શન લેવાનુ શરૂ કરાયુ હતુ. રઝાક સાઇચાનાની વિરૂદ્ધમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઇ હતી જે પછી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા હતા, અને આજે આ આદેશ અંતર્ગત રઝાક સાઇચાનાના શહેરના બેડી વિસ્તારમા આવેલા બંગલાને તોડી પડાયો હતો. બેડી વિસ્તારમાં આવેલો રઝાક સાઇચાનાનો આ બંગલો સરકારી જમીન પર બનાવવામાં આવ્યો હતો, અને તેના વિરૂદ્ધ ફરિયાદો ઉઠી હતી. 

News: જામનગરમાં યોગી સ્ટાઇલ, જમીન માફિયા રઝાકના બે માળના ઘર પર ફેરવાયુ બૂલડૉઝર, શહેરમાં કરતો ફરતો હતો દાદાગીરી

ખાસ વાત છે કે, આજે સવારે તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને તાબડતોડ એક્શન લીધી હતી, વહેલી સવારે જ બે બૂલડૉઝર અને ટીમ સાથે પહોંચેલી તંત્રની ટીમે કુખ્યાત ગુંડા તત્વ રઝાક સાઇચાનાના બે માળના ગેરકાયદે બંગલાને તોડી પાડ્યુ હતુ. 

ઉલ્લેખનીય છે કે, ગુંડા તત્વ રઝાક સાઇચાના છેલ્લા કેટલાય સમયથી શહેરમાં લોકોને રંજાડી રહ્યો છે. શહેરમાં ગેરકાયદે જુગારના અડ્ડાથી લઇને મારામારી, લોકોને જાનથી મારી નાંખવાની ધમકી, ખુનની કોશિશ, રાયૉટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો કરવો, કેટલાય લોકોના મકાન પચાવી પાડવા સહિતના 50 થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. જોકે, હવે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ તાબડતોડ એક્શન લેવાઇ છે, યોગી સ્ટાઇલમાં બૂલડૉઝર એક્શન પછી શહેરમાં અન્ય કુખ્યાત ગુંડા તત્વો પણ ફફડી ગયા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...

LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી

Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ

ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Actor Allu Arjun:  સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Actor Allu Arjun: સૌથી મોટા સમાચાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનને કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત...
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
LICની નવી સ્કીમ... મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા, જાણો કેવી રીતે કરશો અરજી
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
Post office ની આ બચત યોજનામાં દર મહિને 20,000 રૂપિયાનું પેન્શન મળશે, FD કરતાં વધુ વ્યાજ
લગ્ન પછી નિરાશ થયેલા પુરુષો માટે આ છે કાયદાકીય વિકલ્પો, જાણો કેવી રીતે અને ક્યાં થશે સુનાવણી

ATMમાંથી PF ના પૈસા કેવી રીતે ઉપાડાશે, નવું કાર્ડ બનશે કે પછી તેને બેંકના ડેબિટ કાર્ડ સાથે લિંક કરવામાં આવશે?

Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો

OnlyFans મોડલે 24 કલાકમાં 100 લોકો સાથે સંબંધ બાંધ્યા, હવે 1,000 પુરુષો સાથે નવો રેકોર્ડ બનાવવાનો ટાર્ગેટ

Embed widget