શોધખોળ કરો

Mehsana : કેનાલમાં ઝંપલાવીને યુવકે કરી લીધો આપઘાત, યુવતી સહિત ત્રણ શખ્સોને આપ્યા હતા રૂપિયા

કડી રુદ્ધ કુટીર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાથ ઉછીના આપેલા પૈસા પરત નહીં આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

મહેસાણાઃ કડી રુદ્ધ કુટીર સોસાયટીમાં રહેતા વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાથ ઉછીના આપેલા પૈસા પરત નહીં આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ શખ્સ સહિત એક મહિલાને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. બીજી બાજુ 2 લોકોને પૈસા ચૂકવવાના હતા.

આપેલ પૈસા પરત નહીં આવતા અને બીજી બાજુ કડક ઉઘરાણીને કારણે ત્રસ્ત થઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૈસા લઈ પરત નહીં કરનાર અને પૈસા માટે કડક ઉઘરાણી કરનાર મહિલા સહિત 4 સામે આપઘાત માટે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

Banaskantha : 19 વર્ષીય યુવતીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, હત્યાનું કારણ અને હત્યારાનું નામ જાણો ચોંકી જશો

ભાભરઃ બનાસકાંઠામાં 3 મહિના પહેલા થયેલી 19 વર્ષીય યુવતીની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાભર પોલીસે 3 માસ અગાઉ થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બીજા કોઈ નહીં, પરંતુ  પતિએ જ પત્નીની હત્યા કરી હતી. પત્ની ન ગમતા હત્યા કરી હતી. 3 માસ અગાઉ મીઠા ગામની સીમમા છરી મારી હત્યા કરી હતી. લાશને ખાડામા દાટી પત્ની ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું. પોલીસે શકના આધારે પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે, ભાભર તાલુકાના ચચાસણાની હેતલ ઠાકોર (ઉ.વ.19)ના બે વર્ષ પહેલાં મેરા ગામના ઠાકરશી લક્ષ્મણજી (ઉ.વ.21) સાથે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પિયરમાં રહેતી હતી. દરમિયાન ગત 4 જૂલાઇએ તેને પતિ લેવા માટે આવ્યો હતો. જેથી પિયરવાળાએ તેને સમજાવી પતિ સાથે મોકલી દીધી હતી. 

બીજી તરફ, પતિએ પત્નીની હત્યાનો કાવતરું ઘડ્યું હતું, જેની કોઈને ગંધ પણ આવી નહોતી. પત્નીને મીઠાથી તેરવાડા જતા રસ્તામાં મીઠા ગામની થળી જંગલ જેવા વિસ્તારમાં રાત્રે સાથે લઈ ગયા બાદ તેની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને લાશ જમીનમાં દાટી દીધી હતી.

આ પછી સવારે પિયર પક્ષને જાણ કરી હતી કે તમારી દિકરી ક્યાંક જતી રહી છે. જેથી મૃતકના પિતા બાબુજી ઠાકોરે 6 જુલાઈએ ભાભર પોલીસ મથકે દીકરી ગુમ થયાાની નોંધ કરાવી હતી. પોલીસે આ દિશામાં સઘન તપાસ કરી પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. અંતે હેતલના પતિ ઠાકરશી લક્ષ્મણજી ઠાકોરના મોબાઈલ લોકેશન તપાસતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ પછી પતિને ભાભર પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા પોતે જ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પતિની કબૂલાતને આધારે ત્રણ મહિના પહેલા હત્યા કરી લાશને જમીનમાં જ્યાં દાટી દીધી હતી ત્યાંથી તેને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget