શોધખોળ કરો

Rajkot: બાળકોને લેવા-મૂકવા જતાં વાલીઓ જાણો, હવેથી ટૂંકા કપડાં કે નાઇટડ્રેસ પહેરીને નહીં જઇ શકો સ્કૂલ કેમ્પસમાં

રાજકોટમાં આજરોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇપણ વાલી ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે

Rajkot: રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, અહીં શાળા સંચાલકોએ પોતાના એક નિયમથી વાલીઓને ચોંકાવી દીધા છે. શહેરની તમામ શાળાઓમાં હવેથી કોઇપણ વાલી શાળાના પટાંગણમાં ટુંકા કપડા, બરમૂડા કે નાઇટડ્રેસ પહેરીને નહીં આવી શકે, જો આવશે તો તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આજરોજ શાળા સંચાલકોએ એક મહત્વપૂર્ણ અને સારો નિર્ણય લીધો છે. રાજકોટમાં હવેથી કોઇપણ શાળામાં કોઇપણ વાલી ટુંકા કપડાં, બરમૂડા કે નાઇટ ડ્રેસ જેવા પોશાક પહેરીને પ્રવેશ નહીં કરી શકે છે. શાળા સંચાલકોએ આ નિર્ણય લેતા કહ્યું કે શહેરમાં શાળાઓ એ મંદિર છે અને મંદિરમાં શિસ્ત પાળવું પડશે. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકૉડ સાથે જ શાળાના કેમ્પસમાં આવવા પર વાલીઓને શાળા સંચાલકો તરફથી તાકીદ કરાઇ છે. ખાસ વાત છે કે, આ નિયમ શહેરની તમામ શાળાઓ માટે નિયમ લાગુ કરાશે. જો કોઇપણ વાલી શિસ્તભંગ કરતાં કપડાં પહેરીને શાળાના કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે. બાળકોમાં સારા સંસ્કાર અને મર્યાદા જળવાઇ રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો આ મહત્વનો નિર્ણય છે. 

ટૂંકા વસ્ત્રોમાં સ્કૂલ કેમ્પસમાં નૉ એન્ટ્રી મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવદેન - 

શાળા કેમ્પસમાં વાલીઓ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરીને જવા આવવા પર પ્રતિબંધ મામલે હવે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવદેન સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે જણાવ્યુ કે, જે રીતે મંદિર અને કુટુંબના નિયમો છે તેવા જ શાળાના નિયમો છે, અને તેને પાળવા જરૂરી છે. હાલમાં એક વાત ઉડીને આખે વળગે છે ઉચિત ના હોય તેવા વાલીઓ કપડાં પહેરે છે. શાળા સંચાલક મંડળના નિયમ બાબતે અમે ચર્ચા કરીશું. આવા નિર્ણયથી બાળકોમાં સંસ્કારનું સિંચન થશે. બાળકો અને શિક્ષકો પણ સારા વસ્ત્રો પહેરે. તમામ લોકોએ સ્કૂલે મર્યાદામાં આવવું જોઈએ. જો કોઈ શાળામાં શિક્ષકો પણ અમર્યાદિત કપડા પહેરતા હોય તો સંચાલકો પાસે ખુલાસો પૂછીશુ.

પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં હવે B.ed નહીં ચાલે ?

રાજ્યમાં શિક્ષકોની ભરતી અંગ મોટા સમાચાર મળી રહ્યા છે. હાલમાં જ અપડેટ મળ્યુ છે તે પ્રમાણે, હવે પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં બીએડ નહીં ચાલે. પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતી મામલે મોટા સમાચાર એવા છે કે, આ ભરતીમાં હવે બી.એડ નહી ચાલે, કેમ કે સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો, આ નવા નિર્ણય અંગે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો. નિદ્દત બારોટએ હાલમાં જ મીડિયાને આ માહિતી આપી છે. આ સમાચાર આવ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવો પડશે. જો આમ થશે તો ગુજરાતમાં શાળાઓમાં ભરતી નિયમોમાં ફેરફાર થવાની પુરેપુરી શક્યતાઓ છે.

રાજકોટમાંથી પ્રાથમિક શિક્ષણના શિક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ધો 6 થી 8માં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષક તરીકે ભરતીમાં હવે બી.એડ કરેલા લોકોની ભરતી ના થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. માત્ર PTC કરેલા શિક્ષકોની પ્રાઈમરી શિક્ષક તરીકે ભરતી થઈ શકશે એવો સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂકાદો આવ્યો છે. ખાસ વાત છે કે, રાજસ્થાનમાંથી થયેલી સુપ્રીમ કોર્ટમાં અરજીને લઈને સુપ્રીમ કોર્ટે NCTCનો નિર્ણય રદ કર્યો છે. હાલ ગુજરાતમાં પીટીસી અને બીએડ કરેલા બંને શિક્ષકોની ધો 6થી 8ના શિક્ષક તરીકે ભરતી થાય છે. આ અંગે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા NCTE દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવા પડે તેવી શકયતા છે, નવા નિર્ણય અંગે શિક્ષણવિદ અને સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સદસ્ય નિદ્દત બારોટે મીડિયા આ વાતની માહિતી આપી હતી, તેમના મતે હવે ગુજરાતમાં આ નિર્ણયને લઈને અસમંજસની સ્થિતિ સર્જાવાની પુરેપુરી શક્યતા છે, કેમ કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધો 1થી 5 પ્રી પ્રાઇમરી અને ધો 1થી 8 પૉસ્ટ પ્રાઈમરી છે, જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાઈમરી શિક્ષણને લઈને નિર્ણય આપ્યો છે, જોકે, પીટીસી કરેલા શિક્ષકોને આ નિર્ણયથી થઈ લાભ થઇ શકે છે. 

ગુજરાત સરકાર મોટા પાયે શિક્ષકોની કરી શકે છે ભરતી - 

ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21000 માધ્યમક વિભાગ માટે 24000 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ૨કારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે. અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન(online) કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ કરી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
Advertisement

વિડિઓઝ

Porbandar Loot Case: પોરબંદરના ખીજદળ ગામે લૂંટના કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ નબીરા
Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
Hun To Bolish : હું તો બોલીશ : મેયરનું દર્દ, ચીફ ઓફિસરનો દમ !
AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરી પર IT ત્રાટક્યું: 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી, બિલ્ડરો અને રોકાણકારોમાં ફફડાટ
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
ભાજપ સરકાર કેટલો સમય સત્તામાં રહેશે? અમિત શાહની સંસદમાં મોટી ભવિષ્યવાણી
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
શું ભારત અમેરિકા પર વળતો ટેરિફ લગાવશે? ટ્રમ્પના 25% ટેરિફ પર ભારતની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
અમદાવાદમાં ઘરનું સ્વપ્ન થશે સાકાર: મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 553 LIG ફ્લેટ્સનો ડ્રો! જાણો અરજી સહિતની તમામ વિગતો
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
આ મુસ્લિમ નેતાએ પીએમ મોદીના ભાષણનાં કર્યા ભરપેટ વખાણ: વિપક્ષ પર ભડકતા કહ્યું - 'દેશ સાથે વિશ્વાસઘાત કર્યો...’
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
Embed widget