શોધખોળ કરો

Gujarat Election 2022: કથીરિયાએ જીતનો દાવો કરી કહ્યું, અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે

Gujarat Election 2022: 2017માં પણ પાસ સમીતિમાં સક્રિય હતી ત્યારે અમે કહેતા ભાજપ વિરુધ્ધ વોટ કરો પણ 2022માં લોકો કહે છે વોટ તો અલ્પેશને આપીશું.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે.  સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

આજે સુરતમાં વરાછા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ  એબીપી અસ્મિતા સાથે વાત કરી. જેમાં તેણે જીતનો દાવો કરી કહ્યું, કોઈ ટેન્શન નથી. વરાછાની બેઠક જીતીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું 2017માં જે માહોલ હતો તેના કરતા વિપરીત માહોલ છે, 2017માં પણ પાસ સમીતિમાં સક્રિય હતી ત્યારે અમે કહેતા ભાજપ વિરુધ્ધ વોટ કરો પણ  2022માં લોકો કહે છે વોટ તો અલ્પેશને આપીશું. પરિણામમાં અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે.

સટ્ટાબજારમાં ભાજપને પ્રચંડ બહુમતના સંકેત

મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

સુરતમાં ભાજપને કેટલી સીટ મળશે

સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની શક્યતા છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.  આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા છે.

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની જીતનો કેટલો છે ભાવ

બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર કાંટાની ટક્કરની વચ્ચે મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી  છે. સટ્ટોડીયાઓને પાટણ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત બેઠક માની રહ્યા છે. વડોદરા જિલ્લાની વાઘોડીયા અને પાદરા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારની જીતનો ભાવ લગભગ સરખો છે.

અમરેલી જિલ્લામાં શું થશે

સટ્ટાબજારમાં વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત સટ્ટોડીયાઓના મતે ધોરાજી બેઠક પર લલિત વસોયા , જામજોધપુરથી ચિરાગ કાલરીયાની જીત નિશ્ચિત છે. અમરેલી જિલ્લાની 5 પૈકી 3 બેઠક પર ભાજપ તો 2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરીટ છે.

કાંધલ જાડેજાની જીત નક્કી

સટ્ટાબજારના મતે મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત , ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે.  સટ્ટાબજાર પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા જીત માટે હોટ ફેવરીટ તો કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની જીત નક્કી છે.

સટ્ટાબજારમાં નર્મદા જિલ્લામાં ભાજપની જીત મુશ્કેલ

સટ્ટાબજારમાં વલસાડ જિલ્લાની તમામ 5 બેઠકો અને ડાંગ જિલ્લાની 1 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. નવસારી જિલ્લાની 4 પૈકી 3 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. સટ્ટાબજારના મતે નર્મદા જિલ્લાની બન્ને બેઠક પર ભાજપ માટે જીત મુશ્કેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget