'ગંદી હરકત' -સુરતમાં વૉકિંગ કરવા નીકળેલી છોકરીઓને કિશોરે બળજબરીથી બતાવી અશ્લીલ ક્લિપ, બિભત્સ ચેનચાળા કર્યા, જાણો પછી શું...
Surat Crime News: રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, સુરતમાં ફરી એકવાર છોકરીઓની છેડતી કરનારો એક રોમિયો પકડાયો છે

Surat Crime News: રાજ્યમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, સુરતમાં ફરી એકવાર છોકરીઓની છેડતી કરનારો એક રોમિયો પકડાયો છે. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં વૉકિંગ કરતી છોકરીઓને એક કિશોરે મોબાઇલમાં અશ્લીલ ક્લિપ બતાવીને બિભત્સ ઇશારા કર્યા હતા, આ પછી હોબાળો થતાં પોલીસે આ કિશોરની ધરપકડ કરી હતી.
સુરતમાંથી વધુ એક અશ્લીલ હરકતોની ઘટના સામે આવી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પર ત્રણ છોકરીઓ સવારમાં મૉર્નિંગ વૉક માટે નીકળી હતી, આ દરમિયાન 15 વર્ષીય કિશોરે મોબાઇલ ફોનમાં અશ્લીલ ક્લિપ બતાવી અને બાદમાં બિભત્સ ઇશારા કર્યા હતા. જોકે, આ ઘટનાથી ડઘાઇ ગયેલી છોકરીઓએ હોબાળો મચાવતા લોકો ભેગા થઇ ગયા હતા, અને પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે 15 વર્ષીય કિશોર આરોપીને પકડી લીધો હતો અને તેના પરિવારજનોને ઠપકો આપ્યો હતો. પકડાયેલા આરોપીએ આ કૃત્ય પોતાના માતાના મોબાઇલ ફોનથી કર્યુ હોવાનું ખુલ્યુ હતુ, જ્યારે પીડિત છોકરી પોલીસ સ્ટાફની દીકરી હોવાનું સામે આવ્યુ હતુ.
પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી ત્રણ લોકોએ આચર્યુ દુષ્કર્મ
સુરતમાં ફરી એકવાર મહિલા સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે, આ ઘટના બાદ ફરી એકવાર પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સુરતમાં વારંવાર બનતી ક્રાઇમની ઘટનાઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક મહિલા બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યા હોવાનો મહિલાએ આરોપ લગાવ્યા છે, આ અંગે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે, શહેરના ગોદાડરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, શહેરમાં ગોડાદરા વિસ્તારમાં એક પરિણાતાને એક શખ્સે પ્રેમ જાળમાં ફસાવી હતી, બન્ને વચ્ચે લાંબા સમયનાં સંબંધ બાદ પ્રેમીઓ પરિણાતાનો વીડિયો ઉતારી લીધો હતો, આ પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમીના અન્ય બે સાગરિતોએ પણ મહિલાનું યૌશ શોષણ કર્યુ કર્યું. જોકે, આ અંગે મારામારી થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલમાં પરિણીતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
