શોધખોળ કરો

Fake Police: સુરતમાંથી નકલી પોલીસ પકડાઇ, એક વ્યક્તિ પાસેથી 6 લાખ, મોબાઇલ અને કારની ચાવીને કરી હતી લૂંટ

છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને સુરતની વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે

Surat Fake Police News: છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને સુરતની વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે, ખરેખરમાં, આ નકલી પોલીસ બનીને ફરનારા શખ્સોએ થોડાક દિવસો પહેલા એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો. સાવરકુંડલામાં એક શખ્સને ધમકાવીને છ લાખ રૂપિયા, મોબાઇલ ફોન અને કારની ચાવી લૂંટી લીધી હતી. જોકે, હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બન્નેને વરાછા પોલીસે સાવરકુંડલા પોલીસને સોંપ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, હાલમાં જ માહિતી મળી છે કે, સુરત પોલીસે નકલી પોલીસ બનીને ફરનારા બે શખ્સોને દબોચ્યા છે. સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરનારાને શહેરમાંથી ઝડપી પાડ્યા છે. આ બે શખ્સો નકલી પોલીસ બનીને પોલીસ જેવો જ રૂઆબ રાખતાં હતા, અને લોકોને ધમકાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. સૌરાષ્ટ્રના સાવરકુંડલામા નકલી પોલીસ બની આ બન્નેએ એક મોટી લૂંટને અંજામ આપ્યો હતો, વળી, એક વ્યક્તિને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ વાત કરી હતી. ખરેખરમાં, આ બન્ને શખ્સોએ સાવરકુંડલાના એક વ્યક્તિ પાસેથી ખોટી ધાક ધમકી સાથે 6 લાખ રૂપિયા માંગણી કરી હતી, એટલું જ નહીં તેની પાસેથી મોબાઈલ ફોન અને કારની ચાવીની લૂંટ કરી હતી. આ બન્ને શખ્સોની હાલમાં જ વરાછા પોલીસે ધરપકડ કરી છે, અને સમગ્ર કેસ મામલે વરાછા પોલીસે આ બન્નેને સાવરકુંડલા પોલીસને સોંપી દીધા છે. 

કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો, 8 લોકો પાસેથી 20.66 લાખ ખંખેરી લીધા

ગુજરાતી યુવાનોમાં અભ્યાસ માટે વિદેશ જવાનો ક્રેઝ જાણીતો છે. જેનો લાભ કેટલાક લેભાગુ લોકો ઉઠાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે.સ્ટુડન્ટ વિઝા, વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરાયા હતા. 20.66 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસના સંચાલકો ફરાર થઈ ગયા હતા. ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે અડાજણ વિસ્તારમાં ક્રિપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા, જ્યારે વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં આઠથી વધુ લોકો ભોગ બન્યાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન અનેક આ પ્રકાર કૌભાંડ સામે આવે તેવી શકયતા છે.

શું છે મામલો

અડાજણના વુડ સ્કેવરમાં આવેલી ક્રિપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓ એ યુ. કે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી રૂ. 20.66 લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભુર્ગભમાં ઉતરી ગયા હતા. જેથી તેમની સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના સીમાડી ગામના માહ્યાવંશી ફળિયામાં રહેતા પ્રકાશ પ્રભુભાઇ ઉમરીયા (ઉ.વ. 40) એ ખેતીકામ છોડી કેનેડા જવાનું નક્કી કર્યુ હતું. જે અંતર્ગત કામ અર્થે સુરત આવ્યો ત્યારે રસ્તા ઉપર સ્ટુડન્ટ અને વર્ક વિઝા ઉપર કેનેડા અને યુ. કે જેવા દેશોમાં મોકલાવતી ક્રિપા એજન્સીના જાહેરાતના બોર્ડ જોય ટેલિફોનીક સંર્પક કર્યા બાદ ઓક્ટોબર 2020 માં અડાજણના એલ.પી સવાણી રોડ સ્થિત વુડ સ્કેવરમાં આવેલી ઓફિસે ગયો હતો. જયાં ઓફિસ સ્ટાફે અમારી મેઇન ઓફિસ વડોદરામાં છે. માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને તેમનો ભાઇ કલ્પેશ અરવિંદ ચૌહાણ  ઇમીગ્રેશન એજન્ટ તરીકે કામ કરે છે.

 તમે ખેડૂત છો એટલે કેનેડામાં એગ્રીકલ્ચરમાં વર્ક પરમીટ વિઝા મળી જશે. જેના માટે 35 હજાર કેનેડીયન ડોલર ખર્ચ થશે અને ટુક્ડે-ટુક્ડે પૈસા ચુકવવાના રહેશે.. જેથી પ્રકાશે ટુક્ડે-ટુક્ડે ચેક અને 18 ટકા જીએસટી નહીં ભરવો પડે તે માટે રોકડા રૂ. 3 લાખ મળી કુલ રૂ. 6.86 લાખ ચુકવ્યા હતા. જે અંતર્ગત સહી-સિક્કા વગરનો ભાવેશ ચૌહાણે ઓફર લેટર આપ્યો હતો અને જુન 2023 સુધીમાં એલ.એમ. આઇ લેટર આવી જશે અને નહીં આવે તો તમારા રૂપિયા પરત મળી જશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ કેનેડામાં વિઝા ઓપનનો સ્લોટ બે મહિના બાદ શરૂ થવાનો છે એમ કહી ધક્કે ચડાવવા ઉપરાંત કલ્પેશ ચૌહાણનો સંર્પક કર્યો હતો. પરંતુ કલ્પેશે પણ વાયદા કર્યા હતા. જેથી ભાવેશનો સંર્પક કરતા તેણે તમારા રૂપિયા ભુલી જાવ, હવે તમને મળશે નહીં એમ કહી રાતો રાત ઓફિસને તાળા મારી બંને ભાઇ ભુર્ગભમાં ઉતરી ગયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget