BCA Cricket Team Accident : વડોદરાની મહિલા ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટનમમાં નડ્યો અકસ્માત, 4 પ્લેયર સહિત 5 ઘાયલ
વિશાખાપટ્ટનમમાં બી.સી.એ.ની મહિલા ક્રિકેટ ટિમની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5ને ઇજા થઈ છે. ગઈ કાલે હોટેલથી એરપોર્ટ જતા ટ્રક સાથે બસ અથડાઈ હતી.
BCA Cricket Team Accident : વિશાખાપટ્ટનમમાં બી.સી.એ.ની મહિલા ક્રિકેટ ટિમની બસનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 5ને ઇજા થઈ છે. ગઈ કાલે હોટેલથી એરપોર્ટ જતા ટ્રક સાથે બસ અથડાઈ હતી. અકસ્માતમાં ટીમ મેનેજર નીલમ ગુપ્તે, કેશા પટેલ, પ્રજ્ઞા રાવત, અમૃતા જોસેફ અને નિધિ ધુમાનીયાને ઇજા પહોંચી હતી.
Andhra Pradesh | A women's cricket team bus met with an accident as it collided with a truck in Gnanapuram, Visakhapatnam earlier today. 4 players & coach were injured; all were admitted to a pvt hospital. After treatment, they went to Vadodara today evening: Visakhapatnam Police pic.twitter.com/VBCboHaQN3
— ANI (@ANI) October 21, 2022
તમામને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. ટીમ મેનેજર નીલમ ગુપ્તેને માથાના ભાગે 6 ટાંકા આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ ખેલાડીઓના સંપર્કમાં છે. જોકે તમામની હાલત સુધારા પર હોવાની માહિતી આવી રહી છે .4 ખેલાડી અને ટિમ મેનેજર સહિત 5ની સારવાર ચાલી રહી છે