Trending New: આ કિશોર ઓનલાઇન ગેમથી કમાયો કરોડો રૂપિયા, 19 વર્ષની નાની ઉંમરે કરી અધધ કમાણી
સંપથના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. તેણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. સંપથના કહેવા પ્રમાણે, જ્યારે પણ તે ઓનલાઈન ગેમ રમતો ત્યારે તેના પરિવારના સભ્યો તેની પાસેથી મોબાઈલ છીનવી લેતા હતા.
Trending New: સંપથના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. તેણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. સંપથના કહેવા પ્રમાણે, જ્યારે પણ તે ઓનલાઈન ગેમ રમતો ત્યારે તેના પરિવારના સભ્યો તેની પાસેથી મોબાઈલ છીનવી લેતા હતા.
આજના સમયમાં યુવાનોમાં ઓનલાઈન ગેમ્સનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ઘણા યુવાનો પોતાનો શોખ પૂરો કરવા અને સમય પસાર કરવા માટે આ ઓનલાઈન ગેમ્સ રમે છે. પરંતુ, આ શોખે કેરળના 19 વર્ષના કિશોરને કરોડપતિ બનાવી દીધો. ઘરે બેઠા આ છોકરાએ કોરોના કાળમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. આપને જણાવી દઈએ કે, કેરળના આ 19 વર્ષના છોકરાનું નામ સંપથ રાય છે. તે મધ્યમ વર્ગીય પરિવારનો છે. સંપથ કહે છે કે, છેલ્લા બે વર્ષમાં લોકડાઉન દરમિયાન તેણે આ ઓનલાઈન ગેમ્સ દ્વારા ઘરે બેસીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંપત રાયે કોરોના સમયગાળા દરમિયાન આ ઓનલાઈન ગેમ્સ દ્વારા દર મહિને લગભગ 5 લાખ રૂપિયાની કમાણી કરે છે. સંપથને આ ગેમની મદદથી પૈસા અને ખ્યાતિ મળી છે જેને લોકો માત્ર ટાઈમપાસનું સાધન માને છે. સંપથને શરૂઆતથી જ ઓનલાઈન ગેમ રમવાની આદત હતી. તેનો પરિવાર તેને ઓનલાઈન ગેમ્સ છોડીને અભ્યાસ પર ધ્યાન આપવાનું કહેતો હતો. પરંતુ, સંપથે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન ગેમિંગ વીડિયો જોવાનું શરૂ કર્યું. પરંતુ, તે સમયે સંપતને ખ્યાલ નહોતો કે તેનો આ નાનકડો શોખ તેને ભવિષ્યમાં આટલી પ્રસિદ્ધિ અને પૈસા અપાવશે.
સંપથે તેની યુટ્યુબ ચેનલ બનાવી
સંપથના પિતા ખેડૂત છે અને માતા ગૃહિણી છે. તેણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. સંપથના કહેવા પ્રમાણે, જ્યારે પણ તે ઓનલાઈન ગેમ રમતો ત્યારે તેના પરિવારના સભ્યો તેની પાસેથી મોબાઈલ છીનવી લેતા હતા. પરંતુ, જ્યારે સંપથેને 20 હજાર રૂપિયા મળ્યા ત્યારે પરિવારના સભ્યોએ તેને આ રમતમાં સાથ આપવાનું શરૂ કર્યું. આ પછી તો તેણે તેની યુટ્યુબ ચેનલ બનાવી. જેની મદદથી ધીરે ધીરે આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવ્યું.
સંપથ રાયની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેની મદદથી તે દર મહિને 5 થી 6 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા સંપથે એમ પણ કહ્યું કે, બાળકોએ ગેમ્સ રમવાની સાથે સાથે અભ્યાસ પર પણ પૂરુ ધ્યાન આપવું જોઈએ. ભણ્યા પછી, જો તમારી પાસે સમય બાકી હોય, તો પછી ગેમિંગ પર ધ્યાન આપો.