War: શું છે પુતિનની 'કસમ', જેને ઝેલેન્સ્કી માની લે તો ખતમ થઇ જશે રશિયા-યૂક્રેન યુદ્ધ ?
Russia Ukraine War: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત લાવવાના ઉકેલ પર આગળ વધવાનો પ્રસ્તાવ મૂક્યો છે
Russia Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ શરૂ થયાને અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધને રોકવાના તમામ પ્રયાસો નિરર્થક રહ્યા છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને સંયુક્ત રાષ્ટ્રના આદેશો છતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઝૂકવા તૈયાર નથી. વળી, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી.
આ યુદ્ધમાં યૂક્રેન ભલે કમજોર દેખાઈ શકે, પરંતુ છેલ્લા અઢી વર્ષમાં તેણે રશિયાને જડબાતોડ જવાબ આપવામાં કોઈ કસર છોડી નથી. શસ્ત્રોની મદદથી અને પશ્ચિમી દેશોના સમર્થનથી ઝેલેન્સ્કી હજી પણ પુતિનની સામે ઉભા છે. આ યુદ્ધની વૈશ્વિક અસરને અવગણીને, બંને દેશો એકબીજા સાથે સામસામે છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશોના નેતાઓ સાથે વાતચીત દ્વારા આ યુદ્ધનો અંત લાવવાના ઉકેલ પર આગળ વધવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, પુતિન હોય કે ઝેલેન્સ્કી... કોઈ ઝૂકવા તૈયાર નથી. આ બધા વચ્ચે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે રશિયા-યૂક્રેન યુદ્ધ ક્યારે સમાપ્ત થશે ?
ઝેલેન્સ્કીની NATO માં સામેલ થવાની ઇચ્છા
આ પ્રશ્નના જવાબ માટે આપણે રશિયા-યૂક્રેન યુદ્ધનું સૌથી મોટું કારણ જાણવું પડશે. આ યુદ્ધની શરૂઆતનું સૌથી મોટું કારણ વ્લાદિમીર ઝેલેન્સ્કી દ્વારા યૂક્રેનને નાટોમાં સામેલ કરવા માટે લેવાયેલું પગલું હતું. વ્લાદિમીર પુતિને તેનો વિરોધ કર્યો હતો. પુતિન શા માટે યૂક્રેન આ સંગઠનમાં જોડાય તેવું ઇચ્છતા ન હતા તે પ્રશ્ન પણ મહત્વનો છે.
વાસ્તવમાં, નાટો એક લશ્કરી સંગઠન છે, જેનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. નાટોની રચના 1949માં બ્રેસેલ્સ, બેલ્જિયમમાં થઈ હતી. આ સંગઠનમાં બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, આઈસલેન્ડ, ઈટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નૉર્વે, પૉર્ટુગલ, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.
સોવિયત સંઘ પર લગામ કસવા માટે બન્યુ સંગઠન NATO
આ સંસ્થાનો ઉદ્દેશ્ય સોવિયેત સંઘ (રશિયા સહિત અન્ય દેશો)ના વિસ્તરણને રોકવાનો હતો. આ પછી સોવિયત સંઘે નાટોને જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. 1955 માં સોવિયેત સંઘે સાત પૂર્વીય યૂરોપિયન રાજ્યો સાથે લશ્કરી જોડાણ બનાવ્યું, જેને વૉર્સો કરાર તરીકે ઓળખવામાં આવે છે. જોકે, બર્લિનની દીવાલના પતન અને 1991માં સોવિયેત સંઘના વિઘટન પછી તેમાં સામેલ ઘણા દેશો તેનાથી અલગ થઈ ગયા અને નાટોના સભ્ય બની ગયા.
નાટોનું સભ્ય બનવું એ રશિયા માટે વ્યૂહાત્મક રીતે મોટો ખતરો છે. વાસ્તવમાં, યૂક્રેન નાટોમાં જોડાતાની સાથે જ પશ્ચિમી દેશોની સેનાઓ રશિયાની સામે ઊભી થઈ જશે. આ પરિસ્થિતિથી બચવા માટે વ્લાદિમીર પુતિને યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને નાટોમાં જોડાવાની ઈચ્છા છોડી દેવા કહ્યું હતું.
જો ઝેલેન્સ્કી માની લે પુતિનની વાત તો ખતમ થઇ જશે યુદ્ધ
પુતિનની ધમકી ઝેલેન્સ્કીની મહત્વાકાંક્ષાઓ સામે કામ કરી શકી નહીં, તેથી જ રશિયાએ યૂક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું. આ સાથે રશિયાએ તે જગ્યાઓ પર કબજો કરવાનું શરૂ કરી દીધું જેના પર રશિયા પોતાનો અધિકાર માને છે. વાસ્તવમાં, યૂક્રેન પણ થોડા સમય માટે સોવિયત સંઘનો ભાગ હતું. હાલમાં યૂક્રેનની સાથે બોસ્નિયા-હર્જેગોવિના અને જ્યોર્જિયા પણ નાટોમાં જોડાવા માટે કતારમાં છે.
રશિયા-યૂક્રેન યુદ્ધ શરૂ થતાં જ વ્લાદિમીર પુતિને એવી શરત મૂકી હતી કે જો ઝેલેન્સ્કી નાટોમાં જોડાવાની જીદ છોડી દેશે તો યુદ્ધ તરત જ ખતમ થઈ જશે. જો કે, ઝેલેન્સ્કી આ માટે સંમત ન હતા અને આ યુદ્ધ હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો
Russian submarine Ufa: ભારતના દરિયામાં બ્લેકહૉલ, સાયલન્ટ કિલરને જોતા જ ઉડી ગયા ચીન-પાકિસ્તાનના હોશ