શોધખોળ કરો

દરિયામાં ડુબી ગયેલા ટાઇટેનિકનો કાટમાળ 27 વર્ષ પહેલા જ શોધી કઢાયો હતો, જાણો તો પછી આજ સુધી કેમ નથી કઢાયો બહાર ?

આ દૂર્ઘટનામાં લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા, આ તે સમયનો સૌથી મોટો દરિયાઈ અકસ્માત હતો

Missing Titan Submarine: દેશ અને દુનિયામાં અત્યારે ટાઇટેનિક જહાજના કાટમાળને જોવાના સમાચાર ટૉક ઓફ ધ ટાઉન બન્યા છે. હાલમાં જ એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા મુસાફરો ગુમ થઇ ગયા છે. એટલાન્ટિક મહાસાગરમાં 5 મુસાફરો સહિત ગુમ થયેલ ટાઇટન સબમરીન અંગે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, સબમરીનમાં સવાર તમામ 5 મુસાફરોના મોત થયા છે. ટાઇટેનિક જહાજ પાસે સબમરીનનો કાટમાળ મળી આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા અને લોકપ્રિય જહાજ ટાઈટેનિકને ડુબવાને 110 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેનો ભંગાર 1985માં મળી આવ્યો હતો. આવામાં મનમાં સવાલ ઉઠે છે કે, જ્યારે જહાજનો કાટમાળ મળ્યો હતો તો આજદિન સુધી તેને બહાર કેમ કાઢવામાં નથી આવ્યો ?

ટાઇટેનિક ક્યારે ડૂબી ગયું 
તમે ટાઇટેનિક જહાજ વિશે ઘણું વાંચ્યું અને સાંભળ્યું હશે. ટાઇટેનિકે તેની પ્રથમ સફર 10 એપ્રિલ 1912ના રોજ યૂકેના સાઉથેમ્પ્ટન બંદરથી ન્યૂયોર્ક સુધી શરૂ કરી હતી. માત્ર 4 દિવસ પછી એટલે કે 14 એપ્રિલે તે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક આઇસબર્ગ સાથે ટકરાયુ હતું. આ જોરદાર ટક્કરથી જહાજના બે ટુકડા થઈ ગયા અને તે લગભગ 4 કિલોમીટરની ઊંડાઈએ સમુદ્રમાં ડૂબી ગયું હતું.

1500 લોકો માર્યા ગયા હતા 
આ દૂર્ઘટનામાં લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા, આ તે સમયનો સૌથી મોટો દરિયાઈ અકસ્માત હતો. આ ટાઇટેનિકનો કાટમાળ સમુદ્રની નીચે 4 કિમી દૂર દેખાયો હતો, આ કાટમાળ લગભગ 70 બાદ રૉબ બલાડ અને તેમની ટીમ દ્વારા 1985માં પ્રથમ શોધી કાઢવામાં આવ્યો હતો. 

મુશ્કેલ છે આ કામ - 
જ્યાં જહાજ ડૂબી ગયું છે ત્યાં ચારેબાજુ અંધકાર જ છે. સમુદ્રની ઊંડાઈમાં તાપમાન પણ 1 ડિગ્રી સેલ્સિયસ છે. આ પ્રતિકૂળ સંજોગોમાં વ્યક્તિ માટે આટલું ઊંડાણમાં જવું અને પછી પાછા આવવું તે ખૂબ જોખમી છે. આવામાં અહીંથી કાટમાળને બહાર કાઢવો તો બહુ દૂરની વાત છે, તેને જોવા પણ એક મોટો પડકાર છે. 

કાટમાળ 20-30 વર્ષ સુધી ટકી શકશે - 
નિષ્ણાતોના મતે ટાઇટેનિકનો કાટમાળ હવે સમુદ્રમાં ઝડપથી પીગળી રહ્યો છે. આવામાં તેને બહાર કાઢીને પણ કોઈ ફાયદો થશે નહીં. કહેવાય છે કે આવનારા 20 થી 30 વર્ષોમાં ટાઈટેનિકનો કાટમાળ સંપૂર્ણપણે પીગળી જશે અને દરિયાના પાણીમાં ભળી જશે. સમુદ્રમાં જોવા મળતા બેક્ટેરિયા ઝડપથી ટાઈટેનિકના લોખંડને ખાઈ રહ્યા છે, જેના કારણે તેને કાટ લાગી રહ્યો છે. બીબીસીના એક રિપોર્ટ અનુસાર, આ દરિયાઈ બેક્ટેરિયા દરરોજ લગભગ 180 કિલો કચરો ખાય છે. આવામાં ટાઇટેનિકની ઉંમર બહુ બચી નથી, તેથી તેના કાટમાળને બહાર કાઢવો ​​યોગ્ય નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદNursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
Embed widget