શોધખોળ કરો

Morocco Earthquake: મોરોક્કોમાં 6.8 તીવ્રતાના ભૂંકપે સર્જી તબાહી, 296 લોકોનાં મોત, Pm મોદીએ વ્યક્ત કરી સંવેદના

યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા  એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું.

Morocco Earthquakeમોરોક્કોના મરાકેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં શુક્રવારે (8 સપ્ટેમ્બર) મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેમાં લગભગ 132 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે, હવે એપીના અહેવાલ મુજબ મૃત્યુઆંક 296 પર પહોંચી ગયો છે. આ વાતની પુષ્ટિ ખુદ મોરોક્કન ગૃહ મંત્રાલયે કરી છે. આ સિવાય યુએસ જીઓલોજિકલ સર્વે દ્વારા  એવું કહેવામાં આવ્યું હતું કે, લગભગ 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું.

 સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયો અનુસાર, ભૂકંપના કારણે મકાન ધરાશાયી થતાં લોકોની ઘરવખરી વિખરાયેલી જોવા મળી. ભૂકંપના કારણે જાનમાલને પારાવાર નુકસાન પહોંચ્યું હતું.  યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા અંગે પ્રાથમિક માહિતી રજૂ કરી હતી, જેના સંદર્ભમાં તેમણે આર્થિક નુકસાનને દર્શાવવા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વધુ નુકસાન થવાની સંભાવના હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, મોરોક્કોનો ઉત્તરીય પ્રદેશ આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે અહીં ધરતીકંપની સંભાવના ધરાવે રહે છે.

 મોરોક્કોમાં અગાઉ પણ આવી ચૂક્યો છે ભારે  ભૂકંપ

યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપના કારણે થયેલા મૃત્યુ માટે યલો એલર્ટ આપ્યું છે. જે  દર્શાવે છે કે જાનહાનિ વધી શકે છે,USGSએ જણાવ્યું હતું કે, "આ પ્રદેશની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ હોય છે."

આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં ઉત્તરપૂર્વ મોરોક્કોમાં અલ હોસીમામાં આવેલા મજબૂત ભૂકંપને કારણે ઓછામાં ઓછા 628 લોકો માર્યા ગયા હતા અને 926 ઘાયલ થયા હતા.

આ ઉપરાંત, 1980 દરમિયાન મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં આવેલા 7.3 તીવ્રતાના મજબૂત ભૂકંપને કારણે, 2,500 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 3 લાખ લોકો બેઘર થયા હતા. જે તાજેતરના ઈતિહાસના સૌથી મોટા અને સૌથી વિનાશક ધરતીકંપોમાંથી એક માનવામાં આવે છે.

ભૂકંપ કેવી રીતે આવે છે?

પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટની ટક્કરથી ભૂકંપના આંચકા અનુભવાય છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે હંમેશા ફરતી રહે છે. પરંતુ જ્યારે પણ આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે, જેના કારણે પ્લેટોની સપાટીના ખૂણાઓ વળે છે અને ત્યાં દબાણ વધે છે. જેના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રૂજી ઉઠે છે અને તેને આપણે ભૂકંપ કહીએ છીએ.

શનિવાર (9 સપ્ટેમ્બર 2023) એ ભારતમાં યોજાનારી G20 સમિટનો પ્રથમ દિવસ છે. આ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે,  હું મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનહાનિથી દુઃખી છું અને મારી સંવેદના ત્યાંના લોકો સાથે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Gujarat Weather: એપ્રિલમાં માવઠું થવાની આગાહી, જાણો ગુજરાતમાં કયા-કયા વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
Embed widget