ફેડરરને હરાવનારો યૂક્રેનોન આ ટેનિસ સ્ટાર જોડાયો યૂક્રેન મિલિટ્રીમાં, રશિયા સામે યુદ્ધ લડવા તૈયાર, જાણો
સર્ગી સ્ટેખોવસ્કીએ કહ્યું કે, હું બિલકુલ લડીશ, મે ગયા અઠવાડિયે જ મિલિટ્રી રિઝર્વમાં પોતાનુ નામ સામેલ કરાવ્યુ છે.
નવી દિલ્હીઃ યૂક્રેનના ટેનિસ સ્ટાર ખેલાડી (Ukraine Tennis Player) સર્ગી સ્ટેખોવસ્કી (Sergiy Stakhovsky)એ બતાવ્યુ કે તે રશિયાના હુમલા (Russian invasion)ને જવાબ આપવા માટે પોતાના દેશની મિલિટ્રી રિઝર્વ (Ukraine military reserves)માં સામેલ થઇ ચૂક્યો છે. 36 વર્ષીય સર્ગી સ્ટેખોવસ્કી એક સમયે વિશ્વમાં 31મી રેન્કનો ખેલાડી રહી ચૂક્યો છે. વર્ષ 2013માં તેને વિમલ્ડનની સેન્ટર કોર્ટ પર રોઝર ફેડરર (Roger Federer)ને માત આપી હતી.
સર્ગી સ્ટેખોવસ્કીએ કહ્યું કે, હું બિલકુલ લડીશ, મે ગયા અઠવાડિયે જ મિલિટ્રી રિઝર્વમાં પોતાનુ નામ સામેલ કરાવ્યુ છે. મને મિલિટ્રીનો તો અનુભવ નથી પરંતુ મને બંદૂક ચલાવવાનો સારો એવો અનુભવ છે.
સર્ગી સ્ટેખોવસ્કી બતાવે છે કે મારો ભાઇ અને પિતા સર્જન છે. તે બહુજ તણાવમાં છે. હું તેમના સતત સંપર્કમાં છું. તે આ હાલના સમયેમાં બેઝમેન્ટમા સુઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે યૂક્રેનની સ્થિતિ એકદમ ભયાનક અને દયનીય પણ થઇ ગઇ છે. રશિયાની આર્મી, નેવી અને એરફોર્સ સતત યુક્રેન પર હુમલાઓ કરી રહી છે. રશિયન સેના યૂક્રેનની ખુબ અંદર સુધી ઘૂસી આવી છે. સેંકડો નાગરિકો દેશ છોડીને બહાર ભાગી રહ્યાં છે.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર