બોલીવૂડના સુપર સ્ટાર અભિનેતા આમિર ખાન પોતાની 15 મી મેરેજ એનિવર્સરીને ખાસ બનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યો છે. આમિર પોતાના પરિવાર સાથે શનિવારે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યા તેના ચાહકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા. આમિર ખાન શનિવારે પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જેની તસવીરો સામે આવી છે.
2/6
આમિર શનિવારે સાસણમાં આવેલા રિસોર્ટમાં પહોંચ્યા હતાં. જયાં પરિવાર સાથે કાઠીયાવાડી વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો.
3/6
આમીર ખાન પોતાના પરિવાર સાથે પ્રાઇવેટ પ્લેન મારફત પોરબંદર આવી પહોંચ્યા હતા. પોરબંદરથી આમિર ખાન સાસણ જવા રવાના થયા હતા.
4/6
પોરબંદરના એરપોર્ટ ઉપર 30 મિનિટનું રોકાણ કર્યા બાદા આમિર પરિવાર સાથે સાસણ જવા રવાનો થયો હતો.
5/6
આમિરખાન તેમના પત્ની કિરણ રાવ, પુત્ર આઝાદ અને પુત્રી ઈરાખાન, એકટર ઈમરાનખાનની પુત્રી ઈમારા સહિત પરિવારજનો સાથે શનિવારે ખાસ ચાર્ટડ પ્લેન દ્વારા મુંબઈથી પોરબંદર આવી પહોંચ્યા હતાં.
6/6
28મી ડીસેમ્બરે એટલે કે સોમવારે આમિર અને કિરણની મેરેજ એનીવર્સરી છે, ત્યારે વેડિંગ એનિવર્સરીના આ ખાસ અવસર પર તે પરિવારજનો સાથે ગીરના સાસણ પહોંચ્યો છે.