શોધખોળ કરો
May Auto Launch: મે મહિનામાં લૉન્ચ થઇ રહ્યાં છે આ બાઇક અને સ્કૂટર, માર્કેટમાં મચાવશે ધમાલ
આ મહિને નવી પલ્સર લૉન્ચ થતાની સાથે જ નવા વાહનોનું આગમન શરૂ થઈ ગયું છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Bike-Scooter Launching: મે મહિનામાં ભારતીય બજારમાં ઘણા નવા સ્કૂટર અને બાઈક લૉન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં બજાજ, ચેતક અને હીરોના મૉડલનો સમાવેશ થાય છે. આ બાઇક શાનદાર લૂક સાથે માર્કેટમાં આવશે. આ મહિને નવી પલ્સર લૉન્ચ થતાની સાથે જ નવા વાહનોનું આગમન શરૂ થઈ ગયું છે. ઘણા વધુ સ્કૂટર અને મોટરસાઇકલ ભારતીય બજારમાં આવશે.
2/6

બજાજ પલ્સર NS400Z ભારતીય બજારમાં આવી ગયું છે. આ બાઇકની કિંમત 1.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઇકમાં 373 સીસી સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ મોટર છે, જે 6-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલી છે.
3/6

Hero MotoCorpના સ્કૂટર પણ આ મહિને માર્કેટમાં લૉન્ચ થવા માટે તૈયાર છે. Hero Xoom 160 મે મહિનામાં લૉન્ચ થઈ શકે છે. આ સ્કૂટરમાં 156 સીસી એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન મળી શકે છે. આ સ્કૂટરની કિંમત 1,10,000 રૂપિયાથી 1,20,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
4/6

Hero Xoom 125 પણ મે મહિનામાં જ ભારતીય બજારમાં લૉન્ચ થઈ શકે છે. આ સ્કૂટરમાં 124 cc એન્જિન મળી શકે છે, જે 9.5 bhpનો પાવર અને 10.14 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ સ્કૂટરની કિંમત 85 હજારથી 90 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
5/6

2024 Husqvarna Svartpilen 250 પણ આ મહિને લૉન્ચ થઈ શકે છે. આ સ્વીડિશ કંપનીએ આ વર્ષે જાન્યુઆરીમાં Svartpilen 401 લોન્ચ કરી હતી. હવે કંપની ભારતમાં વધુ એક નવું મૉડલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
6/6

ચેતક બૅટરીથી ચાલતું સ્કૂટર માર્કેટમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ અગાઉ ભારતમાં અર્બન અને પ્રીમિયમ લૉન્ચ કર્યું હતું. ચેતકના આ નવા મોડલ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ, અગાઉના મોડલના પાવરટ્રેનથી નવા મોડલમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
Published at : 06 May 2024 01:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
