શોધખોળ કરો
PM Modi Birthday Special: PM મોદી સાથે ફિલ્મ સ્ટાર્સની આ તસવીરો થઈ છે વાયરલ
PM Modi Birthday Special: PM મોદી સાથે ફિલ્મ સ્ટાર્સની આ તસવીરો થઈ છે વાયરલ
પ્રધાનમંત્રી મોદી ફિલ્મ સ્ટાર્સ સાથે
1/8

PM Narendra Modi With Film Stars: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો આ ખાસ અવસર પર ફિલ્મ સ્ટાર્સની તેમની સાથેની યાદગાર મુલાકાતોની એક ઝલક બતાવીએ.
2/8

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાઓમાં એક રહેલા દિવંગત દેવાનંદ પીએમ મોદીને એ સમયે મળ્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ મીટિંગ ખૂબ જ ખાસ હતી અને આ તસવીર હંમેશા તેની યાદ અપાવે છે.
3/8

વર્ષ 2014માં અમિતાભ બચ્ચન નવી દિલ્હીમાં પીએમ મોદીને મળ્યા ત્યારે આ યાદગાર તસવીર લેવામાં આવી હતી. તે સમયે બંનેએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા. તેમણે સાથે એક જ કલરની શાલ પણ પહેરી હતી.
4/8

પીએમ મોદી સાથે શાહરૂખ ખાનની આ સેલ્ફી જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. આ બેઠક ત્યારે થઈ જ્યારે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
5/8

વર્ષ 2014માં સલમાન ખાન તેની ફિલ્મ 'જય હો'ના પ્રમોશન માટે ગુજરાત ગયો હતો. તે દરમિયાન તેઓ પીએમ મોદીને મળ્યા હતા. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓએ પતંગ ઉડાડતી વખતે ઘણી યાદગાર ક્ષણો સાથે વિતાવી હતી.
6/8

વર્ષ 2019ની આ તસવીર ખૂબ જ અદભૂત છે. દેશના નિર્માણમાં યુવા આઇકોનના સહયોગ અંગે ચર્ચા કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સ નવી દિલ્હી પહોંચ્યા હતા. આ તસવીરમાં રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, આલિયા ભટ્ટ, એકતા કપૂર, કરણ જોહર, રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, ભૂમિ પેડનેકર અને અન્ય લોકો જોઈ શકાય છે.
7/8

વર્ષ 2021માં પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયા બાદ અભિનેતા રજનીકાંત પીએમ મોદીને મળ્યા હતા. તેની સાથે તેમના પત્ની પણ હાજર હતા.
8/8

વર્ષ 2017માં પીએમ મોદીએ નવી દિલ્હીમાં આયોજિત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી. જ્યારે એક વર્ષ પછી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને પણ લગ્ન સમારોહમાં તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
Published at : 17 Sep 2022 08:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
