બોલિવૂડ:ઋચા ચઢ્ઢાની અપકમિંગ ફિલ્મ મેડમ ચીફ મિનિસ્ટરનું ટ્રલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ટ્રેલર પર ફેન્સ જોરદાર રિએક્શન પણ આપી રહ્યાં છે. આ ફિલ્મમાં ઋચાની એક્ટિંગથી માંડીને ફિલ્મની કહાણી સુધી દરેક મુદ્દે થઇ રહી છે જોરશોરથી ચર્ચાં. જો કે મેડમ ચીફ મિનિસ્ટર સાથે એક એવો વિવાદ જોડાય ગયો છે, જેની રાજકારણ ક્ષેત્રે જોરશોરથી ચર્ચા થઇ રહી છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે. આ ફિલ્મ બસપા પ્રમુખ મયાવતીની જિંદગીથી પ્રેરિત છે. તો બીજી તરફ સૌરભ શુકલાની ભૂમિકાની કાશીરામ પ્રેરિત બતાવવામાં આવી રહી છે. ફિલ્મમાં જોવા મળી રહી આ સમાનતાથી કેટલાક નેતાઓ પણ નારાજ થયા છે. બસપા અને સપાના કાર્યકરો ફિલ્મના વિરોધની તૈયારી કરી રહ્યાં છે.
2/3
એક બાજુ બસપાને લાગે છે કે ફિલ્મના કેટલાક તથ્ય યોગ્ય નથી. તો સપાની દલીલ છે કે, આ ફિલ્મથી યાદવોની ઇમેજ ખરડાઇ રહી છે. આ તમામ વિવાદના કારણે હાલ અપકમિંગ ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ ચર્ચામાં છે.એક ન્યુઝ પોર્ટલમાં આપેલા ઇન્ટરવ્યુમાં મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’ એક કાલ્પનિક સ્ટોરી છે. ફિલ્મના તથ્યોનો કોઇપણ વ્યક્તિ સાથે સંબંધ નથી.
3/3
મેકર્સે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યારે કોઇની બાયોપિક બનાવીએ તો કોઇ ઘટનાથી પ્રેરિત થઇને કહાણી લખાઇ છે. જેના માટે કાયદેસર રીતે રાઇટસ લેવામાં આવે છે. આ ફિલ્મમાં મેડમ ચીફ મિનિસ્ટરનું ડાયરેક્શન સુભાષ કપૂર આ ફિલ્મનું ડાયરેકેશન કરી રહ્યાં છે. જેમણે આ પહેલા જોલી, એલએલબી, જેવી ફિલ્મનું નિદર્શન કર્યું છે. મેડમ ચીફ મિનિસ્ટર 22 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં ઋચા અને સૌરભ સિવાય માનવ કૌલ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.