શોધખોળ કરો
પપ્પાએ આપ્યો 50 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ, સલમાને આપી ઓડી કાર, આથિયા-કેએલ રાહુલને ગિફ્ટમાં મળી મોંઘી ભેટ
બોલિવૂડ એક્ટ્રેસ આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નમાં બંનેને ઘણી મોંઘી ભેટ મળી છે. જેમાં લક્ઝરી ફ્લેટથી લઈને ઓડી કારનો સમાવેશ થાય છે.

ફાઇલ તસવીર
1/8

બોલિવૂડ એક્ટ્રેસ આથિયા અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નમાં બંનેને ઘણી મોંઘી ભેટ મળી છે. જેમાં લક્ઝરી ફ્લેટથી લઈને ઓડી કારનો સમાવેશ થાય છે.
2/8

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
3/8

સુનીલ શેટ્ટીએ તેની પુત્રી અને જમાઈને મુંબઈમાં એક સુપર લક્ઝરી એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો છે. જેની કિંમત 50 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
4/8

આ સાથે અભિનેત્રીના મિત્ર અર્જુન કપૂરે તેને 1.5 કરોડની કિંમતનું ડાયમંડ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે.
5/8

બીજી તરફ સુનીલ શેટ્ટીના મિત્ર અને અભિનેતા જેકી શ્રોફે આથિયા શેટ્ટીને 30 લાખ રૂપિયાની સુંદર ઘડિયાળ ભેટમાં આપી છે.
6/8

બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાને આથિયાને એક ઓડી ગિફ્ટ કરી છે. જેની કિંમત 1.64 કરોડ રૂપિયા છે.
7/8

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કપલને 2.17 કરોડ રૂપિયાની BMW કાર ગિફ્ટ કરી છે.
8/8

જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ આ જોડીને બાઈક આપી છે. જેની કિંમત 80 લાખ રૂપિયા છે.
Published at : 26 Jan 2023 01:55 PM (IST)
Tags :
Athiya Shetty Wedding Giftઆગળ જુઓ
Advertisement