શોધખોળ કરો
Manhar Udhas: ભાજપમાં જોડાનાર ગઝલ સમ્રાટ મનહર ઉધાસની જાણી-અજાણી વાતો...
ગઝલ ગાયક મનહર ઉધાસની સાથે અન્ય ગાયક કલાકાર, એક્ટર્સ અને સિંગર પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તમામ કલાકારોને કેસરીયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

મનહર ઉધાસ
1/8

ગાંધીનગરઃ વિધાનસભા ચૂંટણી 2022 અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો યથાવત છે. ત્યારે આજે જાણીતા દિગ્ગજ ગઝલ ગાયક મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે.
2/8

ગઝલ ગાયક મનહર ઉધાસની સાથે અન્ય ગાયક કલાકાર, એક્ટર્સ અને સિંગર પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે તમામ કલાકારોને કેસરીયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.
3/8

મનહર ઉધાસને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
4/8

મનહન ઉધાસની વાત કરીએ તો, તેમનો જન્મ અમરેલીના સાવરકુંડલામાં થયો છે. મનહર ઉધાસ મિકેનિકલનો અભ્યાસ કરી ચુક્યા છે. મનહર ઉધાસના ભાઈ પંકજ ઉધાસ પણ જાણીતા સિંગર છે. બંને ભાઈ ગઝલ ગાયનના સમ્રાટ તરીકે ઓળખાય છે.
5/8

મનહર ઉધાસે ગુજરાતી અને હિન્દી ભાષામાં ઘણી ગઝલોમાં પોતાનો સ્વર આપ્યો છે અને તેઓ બોલિવુડના પ્રખ્યાત પ્લેબક સિંગર છે.
6/8

મનહર ઉધાસે 1969માં જીવનનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યુ હતું. આ સાથે તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, પંજાબીમાં ગીતો, ગઝલ અને સાંસ્કૃતિક ગીતો ગાઇને ખ્યાતિ મેળવી છે.
7/8

મનહર ઉધાસે હિન્દી, ગુજરાતી સહિતની ભાષાઓમાં કુલ 300થી વધુ ફિલ્મોના ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. મનહર ઉધાસને ગઝલ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે.
8/8

મનહર ઉધાસના સ્વરમાં ખુબ જ જાણીતી બનેલા ગઝલ ગીતોમાં (1) શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી (2) જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે... (3) નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે (4) થાય સરખામણી તો ઉતરતાં છીએ... (5) હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઈ દૂર નથી... (6) જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે... વગેરેનો સમાવેશ થાય છે.
Published at : 02 Aug 2022 05:58 PM (IST)
આગળ જુઓ
Advertisement