પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના પ્રવાસે હતા. આ સમયે તેમની સુરક્ષામાં ચૂક થઇ હતી. પ્રદર્શનકારીઓના કારણે તેનો કાફલો એક ફ્લાઇઓવર પર 20 મિનિટ સુધી રોકાયો, આ ઘટના માટે કેન્દ્ર સરકારે પંજાબની સતારૂઢ કોગ્રેસને જવાબદાર ગણાવ્યો. આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપતા તેનો પક્ષ મૂક્યો છે.
2/5
આ ઘટનાના પગલે કંગનાએ કહ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું છે. આ ઘટચાની પ્રતિક્રિયા આપતા કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે.
3/5
કંગનાએ લખ્યું કે, “પંજાબમાં જ થયું તે શરમજનક છે. આદરણીય પ્રધાનમંત્રી પ્રજાતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા પ્રતિનિધિ અને 140 કરોડ જનતાનો અવાજ છે. તેના પર આ પ્રકારનો હુમલો દેશના દરેક નાગરિક પર અને પ્રજાતંત્ર પર હુમલો છે.
4/5
કંગનાએ લખ્યું કે, “કંગનાએ લખ્યું કે, પંજાબ આંતકી પ્રવૃત્તિઓનો અડ્ડો બની રહ્યું છે. જો આને અત્યારે નહીં રોકવમાં આવે તો દેશને મોટું નુકસાન થશે. આ સાથે તેને હેશટેગ લખ્યું, Bharat Stand With Modi Ji..
5/5
સોશિયલ મીડિયા પર કંગનાના આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી રહી છે. કંગનાને હંમેશા ભાજપના સમર્થક માનવામાં આવે છે. આ કારણે તે અનેક વખત ચર્ચામાં રહે છે અને તેના નિવેદનનો વિરોધ પણ થાય છે પંરતુ એક્ટ્રેસ તેના વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કરી રહે છે.