શોધખોળ કરો
Pics: લગ્નના બે વર્ષ બાદ માં બનવાની છે ‘ગોપી વહૂ’, લેટેસ્ટ તસવીરોમાં દેખાયો બેબી બમ્પ, ફેન્સ બોલ્યા- 'શું તમે પ્રેગનન્ટ છો?'
દેવોલીના ભટ્ટાચારજી એક સ્પષ્ટવક્તા ટીવી અભિનેત્રી છે. જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Devoleena Bhattacharjee Pics: ટીવીની ગોપી બહુ એટલે કે અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. જેમાં ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે તે પ્રેગનન્ટ છે. દેવોલીના ભટ્ટાચારજી એક સ્પષ્ટવક્તા ટીવી અભિનેત્રી છે. જે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે અભિનેત્રી તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, ટીવીની ગોપી બહુએ તાજેતરમાં બીચ પરથી તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ જોયા પછી ચાહકો હવે તેની પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા છે.
2/8

એક્ટિંગ સિવાય દેવોલીના ભટ્ટાચારજી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
3/8

આ તસવીરોમાં દેવોલીના બીચ પર વાળ લહેરાવીને કેમેરા માટે પોઝ આપતી જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8

દેવોલીના ભટ્ટાચારીએ આ તસવીરોમાં સફેદ લોંગ ડ્રેસ પહેર્યો છે. જેની સાથે તેણે જેકેટ પણ રાખ્યું છે. તસવીરો શેર કરતી વખતે દેવોએ લખ્યું, 'સફરને અપનાવી રહ્યાં છીએ, એક સમયે એક પગલું.. #AdventureAwaits'
5/8

દેવોલીનાએ ખુલ્લા વાળ અને મેચિંગ ઈયરિંગ્સ સાથે પોતાનો ગ્લેમરસ લૂક પૂરો કર્યો છે, પરંતુ હવે તેના લૂક્સ કરતા પણ વધુ અભિનેત્રી તસવીરોમાં જોવા મળે છે અને તેના બેબી બમ્પને લઈને ચર્ચામાં છે.
6/8

ખરેખર, આ તસવીરોમાં અભિનેત્રીનો બેબી બમ્પ તેના ચુસ્ત ફિટ ડ્રેસમાં દેખાઈ રહ્યો છે. આ જોયા બાદ ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં સવાલોનો મારો ચલાવ્યો છે.
7/8

જ્યાં એકતરફ કેટલાક યૂઝર્સ એક્ટ્રેસ પર કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, 'શું તમે પ્રેગ્નન્ટ છો..' તો બીજીતરફ કેટલાક યુઝર્સે એક્ટ્રેસને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું, 'ઘણા અભિનંદન દીદી'
8/8

તમને જણાવી દઈએ કે દેવોલીનાએ ડિસેમ્બર 2022માં શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને અભિનેત્રીને ઘણા દિવસોથી ટ્રોલ કરવામાં આવી હતી.
Published at : 29 Jun 2024 12:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
