શોધખોળ કરો
Urfi Javed Photo: વિચિત્ર દેખાઇ રહી છે ઉર્ફી જાવેદની આ ફેશન સ્ટાઇલ, ઘરમાં ઉભા રહીને એક્ટ્રેસે ક્લિક કરાવી આવી તસવીરો.........

Urfi_Javed_10
1/8

Urfi Javed Glamours Photo: બિગ બૉસ ઓટીટી (Bigg Boss Ott)થી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આનાથી તેને કોઇ ફરક નથી પડતો અને આવા એક્સપેરીમેન્ટ સતત કરતી રહે છે. હવે એકવાર ફરીથી (Urfi Javed Look)નો કંઇક આવો જ લૂક જોવા મળ્યો છે.
2/8

ઉર્ફી જાવેદ હંમેશાતી અટપટી ફેશન અપનાવતી દેખાઇ રહી છે. તેની એક ઝલક આ તસવીરોમાં પણ જોવા મળી રહી છે.
3/8

તસવીરોમાં ઉર્ફી જાવેદે ફ્રન્ટ ઓપન વ્હાઇટ શર્ટ પહેર્યો છે, જેની ઉપરથી તે બ્લેક બ્રાલેટ પહેરેલી દેખાઇ રહી છે.
4/8

તસવીરોમાં ઉર્ફી જાવેદ બાલકનીમાં ઉભી રહીને એકથી એક ચઢિયાતા હૉટ પૉઝ આપી રહી છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં ઘણાબધા ઝાડવા દેખાઇ રહ્યાં છે.
5/8

ઉર્ફી જાવેદના કેટલાક ફેન્સ તેના આ અંદાજને પસંદ કરી રહ્યાં છે, તો વળી કેટલાક આ લૂકને જોઇને ચોંકી રહ્યાં છે. ઉર્ફી ટ્રૉલ પણ થઇ રહી છે.
6/8

ઉર્ફી જાવેદે પોતાની કેટલીય નવી તસવીરો અને વીડિયોને ઇન્સ્ટા પર શેર કર્યા છે, તે સેકન્ડોમાં વાયરલ થઇ રહ્યાં છે. ઉર્ફીનુ ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે.
7/8

ઉર્ફી જાવેદ ટીવી શૉમાં પણ કામ કરી ચૂકી છે. આ લિસ્ટમાં યૈ રિશ્તા ક્યા કહલાતા હૈ જેવા મોટા શૉ સામેલ છે. પરંતુ સૌથી વધુ પૉપ્યૂલારિટી તેને બિગ બૉસ ઓટીટી પરથી મળી.
8/8

ખાસ વાત છે કે બિગ બૉસની બહાર આવ્યા બાદ ઉર્ફી જાવેદ હંમેશા પૈપરાજીથી ઘેરાયેલી રહે છે. તેની બૉલ્ડનેસ અને ફેશન સ્ટાઇલ ચર્ચામાં રહે છે.
Published at : 04 Feb 2022 02:25 PM (IST)
આગળ જુઓ
Advertisement