શોધખોળ કરો
Uday Chopra Birthday: છેલ્લા 9 વર્ષમાં એક પણ નથી કરી ફિલ્મ પણ જીવે છે રાજા જેવું જીવન, આ રીતે કરે છે કરોડોની કમાણી
શું આપને 'મોહબ્બતેં'ના ગુરુકુળનો દબંગ છોકરો યાદ છે, જે 'ધૂમ' સિરીઝમાં ધૂમ મચાવીને બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. જો નહીં, તો અમે તમને યાદ અપાવીએ.

ઉદય ચોપડા
1/10

શું આપને 'મોહબ્બતેં'ના ગુરુકુળનો દબંગ છોકરો યાદ છે, જે 'ધૂમ' સિરીઝમાં ધૂમ મચાવીને બાઇક ચલાવતો જોવા મળ્યો હતો. જો નહીં, તો અમે તમને યાદ અપાવીએ.
2/10

આ યુવક બીજું કોઈ નહીં પણ બોલિવૂડનો જાણીતો ચહેરો ઉદય ચોપરા છે. એક સમયે સુપરહિટ ફિલ્મોનો હિસ્સો રહેલો ઉદય હવે મોટા પડદાથી દૂર છે.
3/10

આજે યશ ચોપરાના નાના પુત્ર અને આદિત્ય ચોપરાના ભાઈ ઉદયનો જન્મદિવસ છે. 5 જાન્યુઆરી, 1973ના રોજ આ દુનિયામાં પગ મૂકનાર ઉદય ચોપરા લગભગ નવ વર્ષ પહેલા છેલ્લી ફિલ્મ 'ધૂમ 3'માં જોવા મળ્યો હતો.
4/10

આમ હોવા છતાં, ઉદય ખૂબ જ વૈભવી જીવન જીવે છે. હવે સવાલ એ થાય છે કે લગભગ નવ વર્ષમાં એક પણ ફિલ્મ ન કરનાર ઉદય ચોપરા પોતાનો ખર્ચ કેવી રીતે કાઢે છે? તેમની આવકનો સ્ત્રોત શું છે?
5/10

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદય ચોપરા હાલમાં લગભગ 40 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. મોટા પડદાથી દૂર હોવા છતાં તે રાજાની જેમ જીવે છે.
6/10

દાવો કરવામાં આવે છે કે ઉદય દર વર્ષે લગભગ પાંચ કરોડ રૂપિયા કમાય છે. તેમની પાસે આલીશાન મકાનોથી લઈને મોંઘા વાહનો સુધી બધું જ છે.
7/10

હવે સૌથી મોટો સવાલ એ છે કે, ઉદય આટલા પૈસા ક્યાંથી કમાય છે? તમને જણાવી દઈએ કે તે યશ રાજ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ છે. ઉદય તેની માતા પામેલા અને ભાઈ આદિત્ય ચોપરા સાથે કામ કરે છે.
8/10

ઉદય ચોપરા તેના પિતાની કંપનીમાં મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો છે. બોલિવૂડમાં ઉદયની કરિયરની શરૂઆત વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'મોહબ્બતેં'થી થઈ હતી.
9/10

બોલિવૂડમાં ઉદયની સફર 1994માં જ શરૂ થઈ હતી. વાસ્તવમાં તેણે ફિલ્મ 'યે દિલ્લગી'થી ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.
10/10

ઉદય ચોપડાની અંગત જિંદગી વિષે વાત કરીએ તો 50 વર્ષની ઉંમર થઇ પરંતુ તેને લગ્ન નથી કર્યાં. થોડા સમય પહેલા નરગીસ ફખરી સાથે તેનું નામ ચર્ચાયું હતું. જો કે બાદ બંનેના બ્રેક અપની વાતો ચર્ચાઇ હતી.
Published at : 05 Jan 2023 08:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
રાજકોટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
