શોધખોળ કરો
Cauliflower For Health: જો આપ આ રોગથી પીડિત હો તો, ભૂલથી પણ ન ખાશો ફલાવર, જાણી લો નુકસાન

ફલાવરના નુકસાન
1/5

Cauliflower For Health:કોબીજનું શાક શિયાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ કોબીજ વધુ ખાવાથી તમારા માટે સમસ્યા પણ થઈ શકે છે
2/5

કોબીજ ખાવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. તેમાં રેફિનોઝ હોય છે, જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે. તે કુદરતી રીતે શાકભાજીમાં હોય છે, પરંતુ શરીર તેને તોડી શકતું નથી. આવી સ્થિતિમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. જો તમને પેટની સમસ્યા હોય તો તમારે કોબીજ ન ખાવી જોઈએ
3/5

જે લોકોને થાઈરોઈડની સમસ્યા હોય તેમણે કોબીજનું સેવન ન કરવું જોઈએ. આ કારણે T3 અને T4 હોર્મોન્સ વધવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં તમારે ફલાવરને અવોઇડ કરવા જોઇએ.
4/5

જો તમને પથરીની સમસ્યા છે, પિત્તાશય અથવા કિડનીમાં પથરી છે, તો કોબીજ, ફલાવરનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે. ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી યુરિક એસિડની સમસ્યા વધી શકે છે. જો આપને યુરિક એસિડ વધવાની સમસ્યા હોય તો પણ આપને ફલાવર કોબીજ ખાવાનું ટાળવું જોઈએ.
5/5

ફૂલકોબીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોબીજનું વધુ સેવન કરો છો, તો તમારું લોહી ધીમે ધીમે ઘટ્ટ થવા લાગે છે. તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોબીજનું સેવન કરવું જોઈએ.
Published at : 07 Dec 2021 03:14 PM (IST)
આગળ જુઓ
Advertisement