લીલા શાકભાજી અને મોસમી ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ટીંડોળા પણ આવું જે લીલું શાક છે. જે સ્વાદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારૂ માનવામાં આવે છે. જાણો તેના સેવનના ફાયદા જાણીએ
2/6
ટીંડોળા વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબરનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આટલું જ નહીં, તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો પણ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
3/6
ટીંડોળા વજન ઘટાડવામાં પણ કારગર છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે.જો આપ ડાયટમાં ટીંડોળાને સામેલ કરો છો તો વજનને બેલેન્સ કરવામાં મદદ મળે છે.
4/6
થકાવટ મહેસૂસ થતી હોય તો આયરનની ઉણપના કારણે હોઇ શકે છે. ટીંડોળા આયરનથી ભરપૂર છે. ડાયટમાં ટીંડોળાને સામેલ કરવાથી આયરનની પૂર્તિ થાય છે.
5/6
ટીંડોળા ફાઇબરથી ભરપૂર છે. જે પાચનતંત્રને દુરસ્ત કરે છે. ટીંડોળાના સેવનથી ગેસ, પેટમાં દુખાવા, ડાયરિયાની સમસ્યાથી રાહત મળે છે
6/6
ટીંડોળામાં પોટેશિયમની માત્રા ભરપૂર છે, જેને હૃદયના સ્વાસ્થ્ય માટે સારૂ મનાય છે.