શોધખોળ કરો
Winter Tips: શિયાળાના આ છે 8 સુપરફૂડ, ઇમ્યુનિટી બૂસ્ટર આ ચીજોને ડાયટમાં સામેલ કરવાના જાણો અદભૂત ફાયદા
શિયાળાની સિઝનમાં શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારી ખૂબ ઝડપથી થઇ જાય છે. તો શિયાળામાં એવા ફૂડનું સેવન કરો. જે રોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે અને આપને ગમે તેટલી ઠંડી અને બદલતી ઋતુમા બીમાર નહિ પાડે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

શિયાળાની સિઝનમાં શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી બીમારી ખૂબ ઝડપથી થઇ જાય છે. તો શિયાળામાં એવા ફૂડનું સેવન કરો. જે રોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે અને આપને ગમે તેટલી ઠંડી અને બદલતી ઋતુમા બીમાર નહિ પાડે.
2/8

ખજૂરની તાસીર ગરમ છે. આ આપણા શરીરને અંદરથી ગરમ રાખે છે. આવી સ્થિતિમાં, તમારે શિયાળામાં ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં વિટામિન A અને B મળી આવે છે. ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ સારી માત્રામાં હોય છે.
3/8

શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમારે તલનું પણ સેવન કરવું જોઈએ. તલની પ્રકૃતિ પણ ગરમ હોય છે, તેથી શિયાળામાં તલ ખાવાથી ફાયદો થાય છે. તલમાં મોનો-સેચ્યુરેટેડ ફેટી એસિડ્સ અને એન્ટી-બેક્ટેરિયલ મિનરલ્સ મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા આપે છે.
4/8

મધનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે. આ કારણથી શિયાળામાં સવારે એક ચમચી મધ ખાવું જોઈએ.
5/8

કેસર તમારા શરીરને ગરમ રાખવામાં ઉપયોગી થઈ શકે છે. તમે તેને દૂધમાં ઉકાળીને પી લો. ઠંડી ગાયબ થઈ જશે. અને આ ટિપ્સ શરદી અને કફજ્ય રોગોમાં પણ કારગર છે.
6/8

જો તમે શિયાળામાં તુલસી અને આદુની ચા પીઓ છો અથવા તેને ચાવશો તો તમે ખાંસી અને શરદીથી સુરક્ષિત રહી શકો છો.
7/8

શિયાળામાં ગોળ શરીરમાં ગરમી લાવે છે. ગોળ ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે. ગોળ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં આયર્ન હોય છે જે એનિમિયા જેવી સમસ્યાને ઘટાડે છે.
8/8

શિયાળામાં મગફળી અવશ્ય ખાવી જોઈએ. પ્રોટીન અને હેલ્ધી ફેટની સાથે તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ પણ છે. મગફળીમાં મેંગેનીઝ, વિટામિન ઈ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે. મગફળી ખાવાથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.
Published at : 17 Jan 2024 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
