શોધખોળ કરો
House Boat In Srinagar: જમ્મુ અને કાશ્મીરમાં હાઉસબોટ ફેસ્ટિવલ, તમે દાલ સરોવરનો આ આકર્ષક નજારો મુગ્ધ કરી દેશે
કાશ્મીર ખીણમાં કડકડતી ઠંડી દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા બે દિવસીય હાઉસબોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

કાશ્મીર ફેસ્ટ
1/9

કાશ્મીર ખીણમાં કડકડતી ઠંડી દરમિયાન પ્રવાસીઓને આકર્ષવા માટે કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા બે દિવસીય હાઉસબોટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
2/9

કાશ્મીર હાઉસબોટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ જી.આર. સિયાએ જણાવ્યું હતું કે, "હાલમાં હાઉસબોટનો ઓક્યુપન્સી 20-30 ટકા છે. હાઉસબોટ ફેસ્ટિવલ દ્વારા તેઓ પ્રવાસીઓને સંદેશ આપવા માંગે છે કે કાશ્મીર ખરેખર શિયાળામાં પણ ગરમ રહે છે."
3/9

વિશ્વ વિખ્યાત ડલ સરોવર અને શ્રીનગરના નગીન તળાવ પરની પ્રતિષ્ઠિત હાઉસબોટ્સ તળાવને આકર્ષક દેખાવવા લાઇટિંગ કરાઇ છે
4/9

ડલ અને નાગીન તળાવોમાં લગભગ 950 હાઉસબોટ છે, જેના પર હજારો પરિવારો તેમની આજીવિકા માટે નિર્ભર છે. નયનરમ્ય કાશ્મીરમાં હાઉસબોટ્સ મુખ્ય પ્રવાસીનું આકર્ષણ છે
5/9

આ વર્ષે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી છે. આ વર્ષે ડલ લેક અને નાગીન લેકમાં હાઉસબોટમાં 80-90 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. જો કે શિયાળાની શરૂઆત અને ઠંડીની સાથે હાઉસબોટની પણ અછત ઉભી થઇ છે.
6/9

આ ઉપરાંત, આગામી બે દિવસ માટે સ્થાનિક કલાકારો દ્વારા લાઇવ કોન્સર્ટ અને બેન્ડ પરફોર્મન્સ અને પરંપરાગત લોક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.
7/9

બે દિવસીય ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા J&K ટુરીઝમ સેક્રેટરી સરમદ હાફીઝે જણાવ્યું હતું કે, ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય દેશભરમાં સંદેશ ફેલાવવાનો છે કે કાશ્મીર વિન્ટરમાં ટૂરિસ્ટ માટે ઉતમ ડેસ્ટિનેશન છે.
8/9

હાઉસબોટ ફેસ્ટિવલમાં કલા પ્રદર્શન અને ફોટો વોલ હશે, જેનું મુખ્ય આકર્ષણ હાઉસબોટના ઈતિહાસ અને ઐતિહાસિક પાસાઓની માહિતી આપવાનું રહેશે.
9/9

લોકોને મંત્રમુગ્ધ કરનાર અન્ય આકર્ષણોમાં લેસર શો, પ્રકાશિત શિકારા કાર્નિવલ, શિકારા રાઈડ, ફૂડ કોર્ટ વગેરે સાથે વોટર સ્ક્રીન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
Published at : 08 Dec 2022 08:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
