ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયંકર છે. છેલ્લા 24 કલાકમાં છેલ્લારાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાની આવી સ્થિતિમાં રોજ હૃદયદ્રાવક તસવીરો સામે આવે છે. જે હૈયુ કંપાવી દે છે.
2/6
રંગલું રાજકોટ આજે ધબકવા માટે આજે શ્વાસ ઉધાર માંગી રહ્યું છે. ઓક્સિજનના બાટલાને રીફિલ કરવા માટે અહીં લાંબી લાઇન છે. સ્વજનની જિંદગી માટેનો રઝળપાટ જોવા મળી રહ્યો છે.
3/6
કોરોનાએ એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે, હવે હોસ્પિટલમાં બેડ નથી. હવે એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર આપવાની ફરજ પડી રહી છે. આ દશ્યો અમદાવાદની કોરોનાની ભયાવહ તસવીરને સમજવા પૂરતા છે.
4/6
આ મહામારીની સ્થિતને સમજાવવા માટે શબ્દો વામણા પડી રહ્યાં છે. આ હાંફતા તૂટતાં શ્વાસ જ પરસ્થિતિની ગંભીરતાનો કરૂણ ચિતાર આપે છે. તસવીર કચ્છની જી. કે. જનરલ હોસ્પિટલની બહારની છે.
5/6
તસવીર કચ્છની જી. કે. જનરલ હોસ્પિટલની બહારની છે. જ્યાં લાચાર દર્દી છે તો મજબૂર તેના પરિજન.હોસ્પિટલની બહારના રોજ પરિસ્થિતિના વરવા દ્વશ્યો જોવા મળે છે.
6/6
આ દશ્યો નર્મદાનું છે. જ્યાં બેડ ન મળતાં હોસ્પિટલમાં જમીન પર સારવાર લેવાની મજબૂરી બન્યાં છે. આ છે અસ્તિત્વની જંગ. જીદંગીને જીતવાની જંગ... વિકટ પરિસ્થિતિને તાદશ્ય કરતા દ્રશ્યો નર્મદાના છે. જ્યાં દરેક મોરચે બસ સંઘર્ષ છે. એક જંગ છે, પડકાર છે.