દેશમાં પહેલી લહેરમાં 50થી વધુ વયના લોકો વધુ પ્રભાવિત થયા તો બીજી લહેરમાં 30થી 45 વયજૂથના લોકો વધુ સંક્રમિત થયા તો ત્રીજ લહેરમાં એક્સપર્ટની ચેતાવણી મુજબ બાળકો વધુ સંક્રમિત થઇ શકે છે. બાળકોને સંક્રમણથી બચાવવા માટે તેમની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે.
2/5
બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેને પોષ્ટિક પોષણયુક્ત ડાયટ આપવું જરૂરી છે. બાળકને ઓમેગો-3 ફેટી એસિડ યુક્ત ડાયટ આપવું જોઇએ. ઓમેગો-3 ફેટી એસિડ રોગપ્રતિકારક ક્ષમતાનો વિનિયમિત કરવામાં મદદ કરે છે. ઓમેગો ફેટી એસિડ, ફિશ,લીલા શાકભાજી, અળસી, માં હોય છે. બાળકોની ડાયટમાં તેને સામેલ કરી શકાય.
3/5
સ્ટીડીનું તારણ છે કે, કેરોટેનોયડસ શરીરમાં પ્રતિરક્ષા કોશિકાની સંખ્યાને વધારે છે. જેનાથી બાળકની ઇમ્યુનિટી વધુ મજબૂત બને છે. તો વિટામી સી ફેગોસાઇટસ અને લિમ્ફોસાઇટ નામના વ્હાઇટ સેલ્સને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. આ વ્હાઇટ સેલ્સ શરીરને સંકમણથી બચાવે છે. વિટામી સી માટે સંતરા,. લીંબુ, ઓરેન્જને સ્ટ્રોબેરી જેવા ખાટા ફળો બાળકને આપી શકાય તો લાલ, પીળા અને નારંગી રંગની સબ્જી અને ફળને પણ બાળકના ડાયટમાં સામેલ કરો. જે વિટામીન સી અને કેરોટીનોઇડથી ભરપૂર છે. આ ફળો અને સબ્જીનો આવો રંગ જ કેરોટેનોયડસના આભારી છે.
4/5
દહીંમાં પ્રોબાયોટિક્સ સારા બેક્ટરિયા હોય છે. જે બાળકના પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે પેટસંબંધિત બીમારીથી રક્ષા કરે છે અને હાનિકારક બેક્ટરિયાને રોકવામાં મદદ કરે છે.
5/5
બાળકો પર્યોપ્ત માત્રમાં ફળો અને શાકભાજી નથી લઇ શકતા. તેના કારણે તેમના શરીરમાં પોષક તત્વની કમી થઇ જાય છે. તેથી બાળકને મલ્ટીવિટામિન્સની ટેબલેટ આપીને આપ એ સુનિશ્ચિત કરી શકો છો કે, બાળકને બધા જ પોષકતત્વો મળી રહ્યાં છે. આ સ્થિતિમાં બાળકનું ઇમ્યુનસિસ્ટમ મજબૂત રહેશે અને તેને ઇન્ફેકશનથી ઓછું જોખમ રહેશે.