શોધખોળ કરો
Nepal Airplane Crash: નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, 68 લોકોના મોત, છેલ્લા 30 વર્ષમાં અનેક વિમાન અકસ્માતો થયા, જુઓ તસવીરો
Nepal Airplane Crash: નેપાળના પોખરામાં યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 68ના મૃતદેહ મળી આવ્યા છે. પોખરા એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થયું હતું.

નેપાળ વિમાન દુર્ઘટના
1/7

નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) એ જણાવ્યું કે યતી એરલાઇન્સના 9N-ANC ATR-72 વિમાને કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10.33 વાગ્યે ઉડાન ભરી હતી.
2/7

તારા એરલાઇન ટર્બોપ્રોપ ટ્વીન ઓટર 9N-AET ફ્લાઇટ નેપાળમાં વર્ષ 2022 માં મે દરમિયાન ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકો હતા, જેમાંથી 4 ભારતીય હતા. આ અકસ્માતમાં તમામ લોકોના મોત થયા હતા.
3/7

PIA એરબસ A300 નેપાળમાં વર્ષ 1992માં ક્રેશ થયું હતું. નેપાળના ઈતિહાસમાં આ સૌથી ભયાનક પ્લેન ક્રેશ માનવામાં આવે છે. જેમાં 167 લોકોના મોત થયા હતા.
4/7

સીતા એર ફ્લાઈટ 601 વર્ષ 2012માં નેપાળમાં ક્રેશ થઈ હતી. તે તેનઝિંગ હિલેરી એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, પરંતુ કાઠમંડુમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું.
5/7

વર્ષ 2018માં યુએસ-બાંગ્લા એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેને 12 માર્ચ 2018ના રોજ ઢાકાથી કાઠમંડુ માટે ઉડાન ભરી હતી. જેમાં સવાર 71 મુસાફરોમાંથી 51ના મોત થયા હતા.
6/7

તારા એરની ફ્લાઈટ 193 ક્રેશ થઈ ગઈ હતી. તે 24 ફેબ્રુઆરી 2016ના રોજ ક્રેશ થયું હતું. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન તે ક્રેશ થયું હતું. જેમાં 23 લોકોના મોત થયા હતા.
7/7

વર્ષ 2010માં અગ્નિ એરનું વિમાન નેપાળમાં ક્રેશ થયું હતું. તેમાં 14 લોકો હતા અને તમામ લોકો અકસ્માતમાં માર્યા ગયા હતા. ટેક ઓફ કર્યાના 22 મિનિટ બાદ જ તે અકસ્માતનો શિકાર બન્યો હતો.
Published at : 16 Jan 2023 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
