શોધખોળ કરો
Republic Day 2023: કાશ્મીર ખીણમાં આ રીતે ઉજવાયો ગણતંત્ર દિવસ, 100 મીટર લાંબા ત્રિરંગા સાથે નીકળ્યું સરઘસ
Happy Republic Day 2023: કાશ્મીર ખીણમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રજાસત્તાક દિવસ શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો. આ વખતે સુરક્ષા હળવી કરવામાં આવી હતી અને ઓછી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી.

કાશ્મીર ખીણમાં આ રીતે ઉજવાયો ગણતંત્ર દિવસ
1/6

પ્રજાસત્તાક દિવસના અવસર પર કડક સુરક્ષા વચ્ચે કાશ્મીરના વિવિધ જિલ્લા મુખ્યાલયો પર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સેનાના જવાનોએ શ્રીનગર-ગુલમર્ગ રોડ પર ત્રિરંગા રેલીમાં ભાગ લીધો હતો. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
2/6

દરમિયાન, પ્રજાસત્તાક દિન નિમિત્તે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળોના કલાકારોએ પણ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
3/6

શ્રીનગરના લાલ ચોક ખાતે 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે એબીવીપીના વિદ્યાર્થીઓએ 100 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ પકડીને સરઘસ કાઢ્યું હતું. આ સાથે બીજેપીના પ્રદેશ મહાસચિવ અશોક કૌલે ત્યાં ધ્વજ ફરકાવ્યો હતો. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
4/6

પ્રજાસત્તાક દિન નિમિત્તે જૂની વ્યવસ્થાની સરખામણીએ આ વખતે સુરક્ષામાં રાહત આપવામાં આવી હતી અને પ્રમાણમાં ઓછી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી. આ વખતે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી નથી. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
5/6

અધિકારીઓએ જણાવ્યું હતું કે ખીણમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય સ્થળ શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા રસ્તાઓ પર પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
6/6

પ્રજાસત્તાક દિવસે કડકડતી ઠંડી હોવા છતાં પોલીસ, CRPF, NCC અને શાળાના બાળકોની ટુકડીઓએ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો. (ફોટો ક્રેડિટ- પીટીઆઈ)
Published at : 27 Jan 2023 06:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
