શોધખોળ કરો
MOTN Survey: ન સરમા, ન પટેલ અને ન ધામી...ટોપ 5 CMsમાં BJPનું માત્ર એક નામ, જાણો કોનો કયો ક્રમ
MOTN Survey: ફેબ્રુઆરી, 2024માં કરાયેલા સર્વેમાં ટોપ 10 CMમાં 4 BJP નેતા હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલ, પુષ્કર સિંહ ધામી, હિમંત બિસ્વા સરમા અને યોગી આદિત્યનાથનાં નામ હતાં.

કામ અને છબીના મામલામાં દેશના સૌથી સારા પાંચ મુખ્યમંત્રીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના માત્ર એક નેતાનું નામ છે. આવો, જાણીએ કે કયા નેતાનો આ મામલામાં કયો ક્રમ છે:
1/7

ઇન્ડિયા ટુડે ગ્રુપ માટે સી વોટરે મૂડ ઓફ ધ નેશન નામનો સર્વે કર્યો છે, જેના દ્વારા એ સમજવાનો પ્રયાસ કરાયો કે દેશના લોકો વચ્ચે નંબર 1 મુખ્યમંત્રી કોણ છે.
2/7

MOTN સર્વેમાં શ્રેષ્ઠ CMની યાદીમાં પાંચમા સ્થાને એન. ચંદ્રબાબુ નાયડુનું નામ છે. તેઓ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી છે. TDP પ્રમુખને પણ પાંચ ટકા લોકોએ પસંદ કર્યા છે.
3/7

શ્રેષ્ઠ CMની યાદીમાં ચોથા નંબરે એમ.કે. સ્ટાલિન છે. તમિલનાડુના મુખ્યમંત્રી DMK સાથે સંબંધ ધરાવે છે. પાંચ ટકા લોકોએ આ મામલામાં (શ્રેષ્ઠ CM) તેમનું નામ લીધું.
4/7

સર્વે મુજબ ટોપ CMની યાદીમાં ત્રીજા ક્રમે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી (TMCમાંથી) છે. નવ ટકા લોકોએ તેમનું નામ પ્રથમ પસંદગી તરીકે લીધું.
5/7

બીજા નંબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (AAPમાંથી)નું નામ છે. તેમને 14% લોકોએ આ મામલામાં પ્રથમ પસંદગી ગણ્યા.
6/7

MOTN સર્વે અનુસાર, UPના CM યોગી આદિત્યનાથ (BJPમાંથી) હાલમાં દેશના સૌથી સારા મુખ્યમંત્રી છે. તાજેતરના સર્વેમાં તેમને 33% લોકોએ દેશના નંબર 1 CM માટે પ્રથમ પસંદગી જણાવી છે.
7/7

યોગી આદિત્યનાથ ભલે સર્વે પ્રમાણે હાલમાં દેશના નંબર 1 CM હોય પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમની લોકપ્રિયતા પહેલાંની સરખામણીમાં ઘટી છે. ઓગસ્ટ 2023માં 47% લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. ફેબ્રુઆરી, 2024માં આ આંકડો 51% હતો, જ્યારે ઓગસ્ટ, 2024માં તે 39% થઈ ગયો.
Published at : 23 Aug 2024 04:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
