શોધખોળ કરો
Anant-Radhika: જામનગરમાં જોવા મળ્યો અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ, અનંત-રાધિકાએ ગ્રામજનોને ભોજન પીરસ્યું
જામનગરમાં અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો. કાલથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે.

રાધિકા અને અનંતે ગામ લોકોને ભોજન પીરસ્યું હતું
1/8

જામનગરમાં અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો. કાલથી ત્રણ માર્ચ સુધી જામનગરમાં અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે.
2/8

ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોકડાયરામાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.ગામ લોકોએ હાલારી પાઘડી પહેરાવી અંબાણી પરિવારનું સ્વાગત કર્યું હતું.
3/8

અંબાણી પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા. લોકોને ભોજન પીસરતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો.
4/8

અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવારે ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારોહનું આયોજન કર્યુ હતું. ત્યારે બુધવારે રાત્રે જોગવડ ગામમાં સમુહ ભોજન અને લોકડાયરામાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
5/8

અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા. લોકોને ભોજન પીસરતા સમયે મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો.
6/8

તો ગામ લોકોએ પણ હાલારી પાઘડી પહેરાવી અંબાણી પરિવારનું સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન અંબાણી પરિવારનો ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.
7/8

જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજવા અંગે અનંતે જણાવ્યું હતું કે તેમના દાદીનો જન્મ જામનગરમાં થયો હતો. આ સિવાય તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પણ આ જગ્યાએથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
8/8

ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન બાદ અનંત અને રાધિકાના જુલાઈમાં મુંબઈમાં શાહી લગ્ન થશે. આ વર્ષના સૌથી મોટા લગ્ન હશે. દરેકની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે
Published at : 29 Feb 2024 08:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
