શોધખોળ કરો
Surat માં આસોમાં જામ્યો અષાઢી માહોલ, વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Weather: ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં સમાન્ય વરસાદ પડ્યો છે.

સુરતમાં વરસાદ
1/9

બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણના પગલે સુરતમાં વરસાદ શરુ થયો છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક છવાઈ છે.
2/9

સુરત શહેરમાં વરસાદના કારણે કામ ધંધા અર્થે બહાર નીકળેલા લોકોએ ફરી રેઇનકોટ પહેરવાની અને છત્રી લેવાની ફરજ પડી છે.
3/9

જહાંગીરપુરા, રાંદેર, અડાજણ, પાલ, વેસુ, વરિયાવ, ઓલપાડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
4/9

સુરતમાં વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી જતાં દિવસે પણ વાહન ચાલકોએ હેડ લાઇટ શરૂ રાખવી પડી હતી. વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે.
5/9

હવામાન વિભાગના અનુમાન મુજબ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગામી 2થી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે.
6/9

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ કદરામાં,ભાદોલ,વરોલી,ઉમરાચી,અરીઠા, બલાવ,કોબા,કંસારા ગામમાં ભારે પવન સાથે વરસાદ છે. જેના કારણે ઉભા પાકને નુકસાન થયું છે.
7/9

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
8/9

સુરતમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લામાં વરસી રહેલો પાછોતરો વરસાદ ખેતીને પણ ભારે નુકસાન કરી રહ્યોછે.
9/9

હવામાન વિભાગે હજુ આગામી 2થી3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
Published at : 08 Oct 2022 11:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
