શોધખોળ કરો
Russia-Ukraine War: તસવીરોમાં જુઓ કઈ રીતે દુનિયાભરમાં રશિયાના વિરોધમાં થયાં પ્રદર્શન
વિવિધ દેશોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ
1/10

ટોરોન્ટોમાં લોકોએ યુક્રેનનો ધ્વજ હાથમાં રાખીને યુક્રેનનું સમર્થન કર્યું હતું અને રશિયાનો વિરોધ કર્યો હતો.
2/10

યુક્રેનના સમર્થનમાં દુનિયાના વિવિધ દેશોમાં લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને રશિયાએ શરુ કરેલા યુદ્ધનો વિરોધ કર્યો હતો. ત્યારે ન્યુયોર્કના ટાઈમ સ્ક્વેરમાં પણ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વ્લાદિમીર પુતિને સૈન્યને આપેલા યુદ્ધના આદેશથી યુક્રેનના ઘણાં લોકોનાં મોત થયાં અને ઘણા લોકો વિસ્થાપિત થયા છે.
3/10

બર્સેલોનામાં પણ વ્લાદિમીર પુતિનના વિરોધમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પુતિનને જર્મનીના એડોલ્ફ હિટલર સાથે સરખાવતાં પોસ્ટર સાથે લોકોએ યુદ્ધની નિંદા કરી હતી.
4/10

ફ્રેન્ચ રાજદૂત ક્રિસ્ટિયન માસ્સેટ(ડાબેથી ત્રીજા), જર્મન રાજદૂત વિક્ટર એલબ્લીંગ (જમણેથી ત્રીજા) અને યુક્રેનના વાઈસ એમ્બેસેડર સહિતના લોકોએ રોમમાં યુક્રેનના ધ્વજ સાથે રશિયાનો વિરોધ કર્યો હતો.
5/10

રશિયાના વિરોધમાં ફ્રાન્સના પેરીસ ખાતે પણ લોકો એકઠા થયા હતા અને પુતિનનો વિરોધ કર્યો હતો.
6/10

પ્રાગ ખાતે યુક્રેનના સમર્થનમાં UEFA યુરોપ કોન્ફરન્સ લીગની એક મેચમાં સ્ટેડિયમમાં ઉભા થયા હતા અને રશિયાનો વિરોધ કર્યો હતો.
7/10

પોલેન્ડમાં મોટી સંખ્યામાં યુક્રેનિયન અને પોલેન્ડના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ સ્ટેન્ડ વીથ યુક્રેનના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
8/10

લંડનમાં રશિયન એમ્બસી સામે પ્રદર્શનકારીઓએ રશિયાની કરતુતનો વિરોધ કર્યો હતો. અને 'પુતિન કિલ્સ' જેવા નારા લખેલા પોસ્ટર બતાવ્યા હતા.
9/10

જ્યોર્જિયાના ત્બીલીસીમાં યુક્રેન દેશના મોટા ધ્વજ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનો વિરોધ કર્યો હતો.
10/10

ટાઈમ સ્ક્વેર ખાતે થયેલા પ્રદર્શનમાં લોકોઅ યુક્રેનનો મોટો ધ્વજ લઈને "સ્ટેન્ડ વિથ યુક્રેન"નામથી રેલી યોજી હતી. આ રેલીમાં યુક્રેન અને અમેરિકન-યુક્રેનિયન નાગરિકો જોડાયા હતા.
Published at : 25 Feb 2022 05:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
