શોધખોળ કરો
IND v PAK: પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપતાં જ અમદાવાદ, સુરતથી લઈ લંડન, દુબઈમાં ફેંસ નાચી ઉઠ્યા, જુઓ તસવીરો
ભારતે પાક.ને એશિયા કપ 2022ની પ્રથમ મેચમાં હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. ભારતની જીત થતાં જ દેશ-વિદેશના ક્રિકેટ ફેંસ નાચી ઉઠ્યા હતા.

ટીમ ઈન્ડિયાના ફેંસ
1/9

: રવિવારે રમાયેલી એશિયા કપની મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની જીત થતાં જ અમદાવાદમાં ફેંસ ખુશીના માર્યા નાચી ઉઠ્યા હતા.
2/9

અમદાવાદમાં ઘણી જગ્યાએ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા સામુહિક મેચ જોવાનું આયોજન કરાયું હતું. ભારતની જીત બાદ અમદાવાદવાસીઓએ ફટાકડાં ફોડી સેલિબ્રેશન કર્યુ હતું.
3/9

ભારત-પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો નિહાળવા ડાયમંડ નગરી સુરતમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓએ એકત્ર થઈ હતી. મહિલાઓ ભારતનો તિરંગો લઈને સેલિબ્રેશન કરતી જોવા મળી.
4/9

સુરતમાં પણ અમદાવાદની જેમ ઘણી જગ્યાએ પ્રોજેક્ટર પર ક્રિકેટ ફેંસે મેચ નીહાળી હતી. ભારતની જીત થતાં જ ક્રિકેટ રસિયાઓ ગેલમાં આવી ગયા હતા.
5/9

પાકિસ્તાનની દરેક વિકેટ અને ભારતના દરેક સિંગલ-ડબલ રન, ફોર, સિક્સ પર સુરતીલાલા ચીચીયારીઓ પાડતા હતા.
6/9

સુરતના ક્રિકેટ પ્રેમીઓના કહેવા મુજબ, એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને પછાડીને ટી-20 વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે.
7/9

પાકિસ્તાન સામે 5 વિકેટે થયેલી ટીમ ઈન્ડિયાની જીતનું સેલિબ્રેશન લંડનમાં રહેતા ક્રિકેટ પ્રેમીઓએ પણ કર્યુ હતું.
8/9

દુબઈમાં જે સ્ટેડિયમમાં મેચ રમાઈ તેની બહાર પણ મોટી સંખ્યામાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ જીતનો જશ્ન મનાવ્યો હતો.
9/9

ભારતની જીત પર પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત પૂર્વ ક્રિકેટરોએ અભિનંદન પાઠવ્યા છે.
Published at : 29 Aug 2022 09:53 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
