ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને વિન્ડિઝ પ્રવાસે પહોંચી ગઈ છે. ભારતીય ટીમ (ટીમ ઈન્ડિયા)ને વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વન-ડે શ્રેણી અને પાંચ મેચની ટી-20 શ્રેણી રમવાની છે.
2/6
આજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટ્રિનિદાદ પહોંચ્યા છે. એરપોર્ટ પર ખેલાડીઓએ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રવાસ 22 જુલાઈથી શરૂ થશે અને 7 ઓગસ્ટે સમાપ્ત રહેશે.
3/6
વેસ્ટઈન્ડીઝ સામે વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ નહી હોય. સિનીયર ઓપનર બેટ્સમેન શિખર ધવન વનડે સિરીઝમાં ભારતી ટીમનું કેપ્ટન પદ સંભાળશે.
4/6
એરપોર્ટ પર ટીમ ઈન્ડિયા ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. પ્રથમ વન ડેમાં શિખર ધવન અને સુભમન ગિલ ઓપનિંગ કરવા માટે આવી શકે છે.
5/6
ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીની ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે ટેલિકાસ્ટ થશે અને ટી-20 સિરિઝની પાંચ મેચનું ટેલિકાસ્ટ રાત્રે 8 વાગ્યે થશે. તમામ મેચ ડીડી સ્પોર્ટ્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે અને તેમનું લાઇવ સ્ટ્રીમિંગ ફક્ત ફેનકોડ એપ્લિકેશન પરથી જ થશે.