શોધખોળ કરો
IPL 2022: કાર્તિકની વિસ્ફોટક ઈનિંગથી લઈને નવદીપના કેચ સુધી, બેંગ્લોર-રાજસ્થાન મેચની યાદગાર તસવીરો

નવદીપ સૈનીએ બોલ્ટના બોલ પર રધરફોર્ડનો શાનદાર કેચ લીધો હતો
1/7

દિનેશ કાર્તિક ફરી એકવાર બેંગ્લોર માટે મુશ્કેલીનિવારકની ભૂમિકામાં દેખાયો અને તેણે માત્ર 23 બોલમાં 44 રન બનાવી ટીમને જીત અપાવી. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
2/7

નવદીપ સૈનીએ બોલ્ટના બોલ પર રધરફોર્ડનો શાનદાર કેચ લીધો હતો. આ કેચ જોઈને ચાહકો પણ દંગ રહી ગયા હતા. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
3/7

સંજુ સેમસન ફરી એકવાર હસરંગા સામે લાચાર દેખાયો. હસરંગાએ તેને છેલ્લી 5 ઇનિંગ્સમાં ચાર વખત આઉટ કર્યો છે. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
4/7

બટલર પણ બેંગ્લોર સામે ફોર્મમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે 70 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 6 સિક્સર પણ ફટકારી હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
5/7

હેટમાયર અને બટલરે બેંગ્લોર સામે 51 બોલમાં 83 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીના બળ પર રાજસ્થાન મજબૂત સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
6/7

RCB સામે રમતા ચહલનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તેણે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે વિરાટ કોહલીને પણ આઉટ કર્યો હતો. (ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
7/7

આ પહેલા 170 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતે અડધી સદીની ભાગીદારી નોંધાવી.(ફોટો ક્રેડિટ્સ: IPL સોશિયલ મીડિયા)
Published at : 06 Apr 2022 06:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
