શોધખોળ કરો
IPL 2023: છેલ્લા વર્ષે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયેલા આ ત્રણ ખેલાડીઓ આઇપીએલમાં મચાવી રહ્યા છે ધૂમ
IPL 2023માં અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સહા જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા 16 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે.

ફોટોઃ IPL
1/8

IPL 2023માં અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સહા જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા 16 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે.
2/8

ભારતીય ટીમે જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ રમી હતી. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ઘણા મોટા ખેલાડીઓને બહાર કરાયા હતા. જેમાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સહા અને ઈશાંત શર્મા જેવા અનુભવી ટેસ્ટ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. અહીં પૂજારા બાદમાં ટેસ્ટ ટીમમાં પરત ફર્યો હતો પરંતુ રહાણે, સહા અને ઈશાંત છેલ્લા 15 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યા છે.
3/8

સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ બાદ બહાર કરાયેલા અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને BCCI દ્વારા રણજી મેચ રમીને તેમના ફોર્મમાં સુધારો કરવા માટે કહેવામાં આવ્યું હતું, જ્યારે રિદ્ધિમાન સહા અને ઈશાંત શર્માને પણ ભવિષ્ય માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો. તેની ટીમમાં ન જોવાનો અર્થ એ છે કે આ બંને ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે.
4/8

બીસીસીઆઈના આ નિર્ણય બાદ પૂજારાએ રણજી ટ્રોફી અને કાઉન્ટી ક્રિકેટ રમીને પોતાની લય હાંસલ કરી અને ટીમમાં જગ્યા બનાવી. તે જ સમયે રહાણે અને ઈશાંત રણજી મેચ રમતા રહ્યા પરંતુ કંઈ ખાસ કરી શક્યા નહીં. બીજી તરફ રિદ્ધિમાન સહાએ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ નહીં રમવાનો નિર્ણય લીધો છે.
5/8

આંતરરાષ્ટ્રીય કરિયરમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા રહાણે, સહા અને ઈશાંત શર્માએ હવે આઈપીએલ દ્વારા પોતાની ઓળખ બનાવી છે. રિદ્ધિમાન સહાએ ગત IPL સીઝનમાં જ પોતાની યોગ્યતા સાબિત કરી હતી. બીજી તરફ રહાણે અને ઈશાંતે આ સીઝનમાં બતાવ્યું છે કે તેમનામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે.
6/8

રિદ્ધિમાન સહાએ ગત IPL સીઝનમાં 31.70ની બેટિંગ એવરેજથી 317 રન બનાવ્યા હતા. શુભમન ગિલ સાથે તેની ઓપનિંગ જોડી ગુજરાત ટાઇટન્સ માટે ઘણી અસરકારક રહી હતી. આ સીઝનમાં પણ સાહા પોતાનું કામ સારી રીતે કરી રહ્યો છે. શાનદાર વિકેટકીપિંગની સાથે તે 145ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.
7/8

ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ અજિંક્ય રહાણે IPL 2022માં કંઈ ખાસ કરી શક્યો નથી. પરંતુ આ સીઝનમાં તે ધમાકેદાર રીતે રન બનાવી રહ્યો છે. તે આ વર્ષે પાવરપ્લેમાં સૌથી ઝડપી રન બનાવનાર ખેલાડી છે. પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઈક રેટ 222 છે. રહાણેએ IPLની આ સીઝનમાં માત્ર ત્રણ ઇનિંગ્સમાં 43ની એવરેજ અને 195ના સ્ટ્રાઈક રેટથી 129 રન બનાવ્યા છે. તે CSK ટીમનો ભાગ છે.
8/8

ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરાયેલા અનુભવી બોલર ઈશાંત શર્માને IPL 2022માં કોઈ ખરીદદાર મળી શક્યો નથી. આ વખતે દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. અહીં તેણે દિલ્હીને આ સીઝનની પ્રથમ જીત અપાવી હતી. દિલ્હીની ટીમ IPL 2023 ની પ્રથમ પાંચ મેચ હારી ગઈ હતી. છઠ્ઠી મેચમાં આ ટીમે મોટા ફેરફારો કર્યા અને ઈશાંત શર્માને પ્લેઈંગ-11માં સામેલ કર્યો. અહીં ઈશાંતે 4 ઓવરમાં માત્ર 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી અને દિલ્હીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે 'પ્લેયર ઓફ ધ મેચ' પણ હતો.
Published at : 21 Apr 2023 02:19 PM (IST)
આગળ જુઓ
Advertisement