શોધખોળ કરો
હોકીમાં ભારતની હાર થતાં ધ્રુસકે ધ્રુસકે રડી સવિતા પુનિયા, બ્રિટનની ખેલાડીએ આપી સાંત્વના

સવિતા પુનિયાને સાંત્વના આપતી બ્રિટનની ખેલાડી
1/7

ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું તૂટી જ્યારે બ્રિટને ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મુકાબલામાં તેમને 4-3થી હરાવ્યા. ભારતીય મહિલા ટીમે પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચીને સફળતાના નવા માપદંડો સર કર્યા હતા.
2/7

પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતની નબળી શરૂઆત રહી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 0-2થી પાછળ ચાલી રહી હતી. જોકે બાદમાં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર વાપસી કરી હતી અને ત્રણ ગોલ ફટકારીને ટીમ 3-2થી લીડ મેળવી લીધી હતી.
3/7

જોકે બાદમાં ફરીથી બ્રિટેને ગેમમાં વાપસી કરી હતી અને એક ગોલ ફટકારીને 3-3થી મેચ બરાબરી પર લાવી દીધી હતી. જોકે બાદમાં ચોથા ક્વાર્ટરમાં ફરી બ્રિટને વાપસી કરી હતી અને વધુ એક ગોલ ફટકારીની બ્રિટેને 4-3થી લીડ મેળવી લીધી હતી.
4/7

આ પહેલા મહિલા હોકી ટીમનો સેમી ફાઇનલમાં પરાજય થયો હતો. આર્જેન્ટિના સામે ભારતનો 2-1થી પરાજય થયો હતો. બાદમાં આજે બ્રિટેન સામે બ્રોન્ઝ મેડલ માટે મેચમાં રમવા ટીમ ઉતરી હતી.
5/7

ઓલિમ્પિકમાં ભારતનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 1980 માં હતું જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી. તે સમયે કોઈ સેમીફાઈનલ નહોતી અને છ ટીમો રાઉન્ડ રોબિન ધોરણે રમાઈ હતી, જેમાંથી બે ફાઇનલમાં પહોંચી હતી.
6/7

ભારતીય મહિલા હોકી ટીમે આર્જિન્ટિના સામેની સેમી ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટિના સામેની સેમી ફાઈનલ મેચમાં ભારત વતી ગુરજિત કૌરે બીજી જ મિનિટે પહેલો ગોલ ફટકારીને ભારતને શાનદાર શરૂઆત કરાવી હતી.
7/7

જોકે, આ પછી આર્જેન્ટિનાએ સારી રમત બતાવીને 2 ગોલ કર્યા હતા. અને અંતે સેમી ફાઈનલમાં ભારતીય મહિલા હોકી ટીમની 2-1થી હાર થઈ હતી.
Published at : 06 Aug 2021 10:26 AM (IST)
આગળ જુઓ
Advertisement