Watch: આઉટ થયા બાદ અફઘાન ખેલાડીને બેટ મારવા દોડ્યો પાકિસ્તાની ખેલાડી, ધક્કા-મુક્કી થઇને પછી, જુઓ વીડિયો.......
ગઇકાલની પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચેની મેચ જબરદસ્ત રોમાંચક મૉડમાં આવી ગઇ હતી, એક સમયે પાકિસ્તાને મેચમાં પકડ મજબૂત બનાવી લીધી હતી,
PAK vs AFG: એશિયા કપ 2022 (Asia Cup 2022)માં સૌથી મજબૂત દાવેદાર ગણાતી ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ છે. રોહિત શર્માની આગેવાની ટીમને એકમાત્ર આશા બચી હતી, તે પણ પાકિસ્તાને છેલ્લી ઓવરમાં છીનવી લીધી. ખરેખરમાં ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચ પર ભારતની જીવંત રહેવાની આશા ટકી હતી, પરંતુ પાકિસ્તાને જીત સાથે જ શ્રીલંકા સામે ફાઇનલ રમવાની ટિકીટ મેળવી લીધી છે.
ગઇકાલની પાકિસ્તાન અને અફઘાનિસ્તા વચ્ચેની મેચ જબરદસ્ત રોમાંચક મૉડમાં આવી ગઇ હતી, એક સમયે પાકિસ્તાને મેચમાં પકડ મજબૂત બનાવી લીધી હતી, પરંતુ અફઘાનિસ્તાની બૉલરે મેચ છેલ્લી ઓવર સુધી લઇ જઇને બધાના દિલોની ધડકનો વધારી દીધી હતી. આ મેચમાં બનેલી એક ઘટનાએ તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ. મેચ દરમિયાન અફઘાનિસ્તાનના બૉલર અને પાકિસ્તાનના બૉલર વચ્ચે બબાલ થઇ ગઇ હતી. જ્યારે પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી આઉટ થયો તો તેને અફઘાન બૉલર ફરીદ અહેમદ પર બેટ ઉગામ્યુ હતુ.
The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate
— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022
#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7
19મી ઓવરમાં અફઘાનિસ્તાની બૉલર ફરીદ અહેમદ (Fareed Ahmad) એ આસિફ અલી (Asif Ali) ને આઉટ કર્યો, આ દરમિયાન આસિલ અલી ગુસ્સો થઇ ગયો, તેને ફરીદ પર બેટ ઉગામી દીધુ અને બન્ને વચ્ચે જોરદાર બોલાબાલો બાદ ધક્કા મુક્કી પણ જોવા મળી હતી. ફરીદે વિકેટ લેતા જ જશ્ન મનાવવાનુ શરૂ કરી દીધુ હતુ, આ દરમિયાન આસિફ અલી તેને બેટ મારવા દોડ્યો હતો, જોકે બાદમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે પડતા મામલો શાંત પડ્યો હતો.
The actual video of shameful attitude by this unknown bowler of Afghanistan shoving gestures in the face of Asif Ali. Ungrateful gits! pic.twitter.com/OrFpiEipY3
— Wajahat Kazmi (@KazmiWajahat) September 7, 2022
--
આ પણ વાંચો...........
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો
ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન