World Cup 2023: વર્લ્ડ કપ માટે અમિતાભ બાદ સચિન તેંડુલકરને આપવામાં આવી ગોલ્ડન ટિકિટ
Golden Ticket World Cup 2023: ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023નું આયોજન થવાનું છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખાસ પહેલ કરી છે. બોર્ડે ભારતના આઈકન્સને સ્પેશ્યલ ટિકિટ આપવાની યોજના બનાવી છે.
Golden Ticket World Cup 2023: ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023નું આયોજન થવાનું છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખાસ પહેલ કરી છે. બોર્ડે ભારતના આઈકન્સને સ્પેશ્યલ ટિકિટ આપવાની યોજના બનાવી છે. તેને 'ગોલ્ડન ટિકિટ ફોર ઈન્ડિયા આઈકોન્સ' નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને પ્રથમ ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. હવે સચિન તેંડુલકરને પણ આ ટિકિટ આપવામાં આવી છે.
🏏🇮🇳 An iconic moment for cricket and the nation!
As part of our "Golden Ticket for India Icons" programme, BCCI Honorary Secretary @JayShah presented the golden ticket to Bharat Ratna Shri @sachin_rt.
A symbol of cricketing excellence and national pride, Sachin Tendulkar's… pic.twitter.com/qDdN3S1t9q — BCCI (@BCCI) September 8, 2023
વાસ્તવમાં BCCIએ X (Twitter) પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં સચિન સાથે જય શાહ જોવા મળી રહાયો છે. જય શાહે સચિનને ગોલ્ડન ટિકિટ આપી છે. BCCIએ કેપ્શનમાં લખ્યું, દેશ અને ક્રિકેટ માટે ખાસ ક્ષણ. ગોલ્ડન ટિકિટ ફોર ઇન્ડિયા આઇકોન્સ પ્રોગ્રામ હેઠળ, BCCIના સેક્રેટરી સચિન જય શાહે ભારત રત્ન સચિન તેંડુલકરને ગોલ્ડન ટિકિટ આપી.
અમિતાભ બચ્ચનને પણ ગોલ્ડન ટિકિટ આપી હતી
આ પહેલા BCCIએ અમિતાભ બચ્ચનને પણ ગોલ્ડન ટિકિટ આપી હતી. વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થશે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે.
A golden moment indeed!
— Jay Shah (@JayShah) September 5, 2023
It was an absolute honour to present the golden ticket to the "Superstar of the Millennium," Shri @SrBachchan on behalf of @BCCI.
We are all excited to have you with us at @ICC @CricketWorldCup 2023. 🏏🎉 #CricketWorldCup #BCCI https://t.co/FG6fpuq19j
વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ , મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ